http://gujarat-help.blogspot.com
વિખ્યાત મજૂરનેતા અને ભારતના ચતુર્થ રાષ્ટ્રપતિ વરાહગિરિ
વેંકટગિરિનો જન્મ બહેરામપુર ખાતે ઈ. ૧૮૯૪ના ઑગસ્ટ માસની ૧૦મી તારીખે થયો હતો.
ગિરિના પિતા તે વખતના મદ્રાસ પ્રાંતમાં આવેલા બહેરામપુરમાં વકીલાત કરતા. સ્થાનિક વકીલમંડળના તેઓ નેતા હતા. આઝાદીની લડત દરમિયાન તેઓ સ્વરાજ પાર્ટીના, કેન્દ્રીય વિધાનસભાના તથા ભારતીય વિધાનસભાના સભ્ય હતા. ઈ. ૧૯૩૫માં મદ્રાસની પ્રાંતીય ધારાસભામાં તેઓ ચૂંટાયા હતા અને રેલવે કામદારોના મજૂર મંડળના સક્રિય નેતા બન્યા હતા.
પિતાનો આ વારસો વી. વી. ગિરિએ મેળવીને જીવનભર જાળવી રાખ્યો હતો.
શાળાનું શિક્ષણ તેમણે બહેરામપુરમાં પ્રાપ્ત કર્યું. ડબ્લિન યુનિવર્સિટી ખાતે કાયદા-શાસ્ત્રનો અભ્યાસ કરી સ્વદેશ પરત આવી વતન બહેરામપુરમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ જ્યારે આયર્લેન્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે રાષ્ટ્રવાદી નેતા ડી. વાલેરાના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા. નીચલા થરના લોકો માટેની કલ્યાણ-પ્રવૃત્તિઓમાં તેઓ વધુ રસ લેવા લાગ્યા. પરિણામે તેઓ મજૂર-નેતા તરીકે ઊપસી આવ્યા.
અસહકારની ચળવળોમાં ભાગ લઈ તેમણે કારાવાસ વેઠ્યો હતો. અગ્રણી કામદારનેતા એન. એમ. જોષીના સંપર્કમાં આવવાથી મજૂરચળવળને તેમણે પોતાનું પ્રમુખ કાર્યક્ષેત્ર બનાવ્યું. ઈ. ૧૯૨૩માં તેઓએ ઑલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનની સ્થાપના કરી અને તેમાં અગ્ર ભાગ લીધો. ઈ. ૧૯૩૧-૩૨માં ભરાયેલ ગોળમેજી પરિષદમાં મજૂરોના પ્રતિનિધિ બની હાજર રહ્યા. ભારતની લેજિસ્લેટિવ ઍસેમ્બલીના તેઓ સદસ્ય બન્યા. ઈ. ૧૯૩૭માં તથા ઈ. ૧૯૪૬માં મદ્રાસ (હાલ તામિલનાડુ) રાજ્યના મંત્રીમંડળમાં શ્રમમંત્રી બન્યા. શ્રીલંકા ખાતે ભારતના ઉચ્ચાયુક્ત તરીકે પણ તેઓ ગયા હતા.
ઈ. ૧૯૫૨માં લોકસભામાં ચૂંટાઈ કેન્દ્ર સરકારના મજૂરપ્રધાન તરીકે નિયુક્ત થયા. ઉત્તર પ્રદેશ, કેરળ તથા કર્ણાટકના રાજ્યપલ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. ઈ. ૧૯૬૭માં તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. ઈ. ૧૯૬૯માં રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેનનું અવસાન થતાં તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. ઈ. ૧૯૬૯-૭૪ના પાંચ વર્ષના ગાળા માટે તેઓ રાષ્ટ્રપતિપદ પર ચૂંટાયા.
તેઓ ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (આઈટુક)ના તથા ઇન્ડિયન કૉન્ફરન્સ ઑફ સોશિયલ વર્કના પ્રમુખપદે ચૂંટાયા હતા.
બનારસ યુનિવર્સિટીએ તેમને ડૉકટરેટની માનદ્ ડિગ્રી એનાયત કરી હતી. આંધ્ર યુનિવર્સિટીએ પણ તેમને આવી જ ડિગ્રીથી સન્માનિત કર્યા હતા.
ડૉ. ગિરિએ ભારતના રાષ્ટ્રીય જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ કાર્યની કદર રૂપે ઈ. ૧૯૭૫માં ભારત સરકારે તેમને ‘ભારત રત્ન‘નો ખિતાબ એનાયત કર્યો હતો.
તેમણે ઈ. ૧૯૫૫માં ‘ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ‘, ઈ. ૧૯૫૮માં ‘લેબર પ્રૉબ્લેમ્સ ઇન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝ‘ અને ઈ. ૧૯૬૦માં ‘જૉબ્સ ફૉર અવર મિલિયન્સ‘ નામનાં પુસ્તકો લખ્યાં છે.
જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ બેંગલોર ખાતે રહેતા હતા. ત્યાં ઈ. ૧૯૮૦ના જૂન માસની ૨૩મી તારીખે તેઓ મરણ પામ્યા.
વી. વી. ગિરિ - ભારતના ચોથા રાષ્ટ્રપતિ

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site