ગુણવંતરાય આચાર્ય

http://gujarat-help.blogspot.com

ગુણવંતરાય આચાર્ય - સાગર-સાહસની નવલકથાઓ લખનાર તેમજ નાટ્યકાર, પત્રકાર
http://www.gurjari.net/uploaded/gallery/vishva/gunvantrai-acharya.jpgગુણવંતરાયનું બાહ્ય વર્ણન કરતાં તેમનાં પુત્રી વર્ષા અડાલજા લખે છે, ‘ડોક ઊંચી કરીને જોવું પડે એવું ઊંચું, કદાવર શરીર, ‘પહોળો સીનો, સદા ટટ્ટાર અને હાથમાં ખુલ્લું પુસ્તક રાખી ચિક્કાર ગિર્દી અને ટ્રાફિકમાં નિરાંતે રસ્તા પર વાંચતા વાંચતા ચાલ્યા જતા હોય એવા અલગારી માણસ ગમે તેવી ભીડમાંય નોખા તરી આવે.
બહાદુરીભરી અને સાહસભરપૂર સાગરકથાઓનું આલેખન કરનાર ગુણવંતરાયે સંસારરૂપી સાગરમાં હાડ ધ્રુજાવતા અનેક સંજોગોનો વીરતાપૂર્વક સામનો કર્યો હતો.
ઈ. ૧૯૦૦ના સપ્‍ટેમ્બરની ૯મી તારીખે તેમનો જન્મ જેતલસર કેમ્પમાં થયો હતો. જામનગરની નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા ગુણવંતરાયનું કુટુંબ ખૂબ મોટું હતું. ઈ. ૧૯૧૭માં મેટ્રિક થઈ મુંબઈમાં પત્રકાર બનવાની તાલીમ મેળવવી શરૂ કરી. સૌરાષ્‍ટ્ર મિત્રમાં કામ કર્યા પછી સૌરાષ્‍ટ્રના તંત્રીમંડળમાં તથા ફૂલછાબસાપ્‍તાહિકના તંત્રીપદે તેઓ રહ્યા હતા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પણ તેઓ કટાર લખતા. એક સિને-સાપ્‍તાહિક પણ તેમણે શરૂ કર્યું હતું. બહુરૂપીનામના ડિટેકટિવ અઠવાડિકમાં ગુણવંતરાય જાસૂસી કથાઓ લખતા જે ખૂબ જ લોકપ્રિય બની હતી.
કથારસ અને ઘટનારસની જમાવટ કરવામાં ગુણવંતરાય એવા નિપુણ હતા કે આ કારણે આમજનતામાં તેમની નલકથાઓ અદકેરું ઉચ્ચ સ્થાન જમાવતી. એમણે અલ્લાબેલી‘, ‘આપઘાત‘, ‘જોગમાયા‘, ‘અખોવનજેવાં નાટકો પણ લખ્યાં છે. અલ્લાબેલીરંગમંચ પર સફળતાપૂર્વક ભજવાઈ ચૂકેલી કૃતિ છે. ટૂંકી વાર્તાના પણ બારેક સંગ્રહો તેમણે પ્રસિદ્ધ કર્યા હતા.
ગુણવંતરાયની લેખનશૈલી જિજ્ઞાસાપોષક, રસપ્રદ, ઓજસ્વી અને ચિત્રાત્મક છે. યુરોપના દેશો જ્યારે દરિયાઈ માર્ગો ખોળી રહ્યા હતા ત્યારે ગુજરાતના સાહસવીરોએ તો અગસ્ત્યની જેમ સાગરને અંજલિમાં લઈ પેટમાં પધરાવ્યો હતો. સાગરસાહસનું ભાન કરાવતી અને એક જ બેઠકે પૂરી કરવાનું મન થાય એવી પ્રાણવાન સાગરકથાઓનું લેખન તેમણે કર્યું હતું.
સાહસપ્રિય સાહિત્યના સર્જક ગુણવંતરાયને વિદ્યાર્થીકાળ દરમિયાન ક્રિકેટનો પણ શોખ હતો. અચ્છા ક્રિકેટર તરીકે વિશ્વભરમાં વિખ્યાત બનેલા જામનગરના રણજિતસિંહ જ્યારે જામનગર કોઈ પરદેશી ટીમ આવતી ત્યારે ગુણવંતરાયની જ સહાય મુખ્યત્વે લેતા. તેમણે લખેલી ફિલ્મવાર્તાઓને કારણે રણજિત મુવીટોનના સરદાર ચંદુલાલ, પૃથ્વીરાજ કપૂર, બલરાજ સહાની વગેરે સાથે ઘનિષ્‍ઠ સંબંધ બંધાયો હતો.
એમનો સ્વભાવ પૂરેપૂરો રૂઢિભંજક હતો. સ્વભાવ હતો સુધારાવાદી અને કલમ હતી તેજાબી. એમણે કરેલું લગ્ન પણ પ્રેમલગ્ન હતું. એ લગ્નથી છંછેડાયેલાઓએ પાછળ મારાઓ મોકલેલા. એમનું દામ્પત્યજીવન પ્રસન્ન હતું. પતિ અને પત્ની વચ્ચે શૈક્ષણિક ઊંડી ખાઈ હોવા છતાં બંને વચ્ચે અદ્દભૂત અનુરાગ અને ઊંડી સમજણ હતાં.
ઈ. ૧૯૬૫ના નવેમ્બર માસની ૨૫મીએ ભાવનગરને આખરી સલામ ભરી. પુત્રી વર્ષા અડાલજાના શબ્દોમાં જોઈએ તો, ‘પપ્‍પા મૃત્યુ પામ્યા ત્યારે પાછળ કોઈ કાગળિયા, પત્રો કશું જ નહિ. ન ટેબલ, ન ખાનાં. ડાયરી, ફાઇલો કંઈ જ નહિ. કોઈ હિસાબ-કિતાબ નહિ. એક આરામખુરશી, મોબ્લાં પેન, થોડાં રેફરન્સ પુસ્તકો, બસ.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular