વિજય મરચંટ

http://gujarat-help.blogspot.com

વિજય મરચંટ - અતિ શક્તિશાળી ભારતીય ક્રિકેટ બેટ્સમેન

http://www.gurjari.net/uploaded/gallery/vishva/vijay-merchant.jpgકાપડ મિલોના ધંધામાં પડેલા કચ્છી ભાટિયા કુટુંબમાં ઈ. ૧૯૧૧ની ૧૨મી ઑક્ટોબરે જન્મેલા વિજય મરચન્ટ આ પરિવારમાં પહેલા સારું ક્રિકેટ રમનારા હતા. નવ વર્ષની ઉંમરથી તેમણે ક્રિકેટ રમવું શરૂ કર્યું. સ્કૂલ તથા કૉલેજની ટીમોમાં કેપ્‍ટન તરીકે કામગીરી બજાવી. ઈ. ૧૯૨૯માં બૉમ્બે ક્વૉડ્રેન્ગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિન્દુટીમમાં તેમને લેવામાં આવ્યા. ટીમમાં સૌથી નાના ખેલાડી હતા. તેમની રમત જોતાં ભારતીય ક્રિકેટ ટીમમાં તેમનું સ્થાન નિશ્ચિત બનશે તેમ લાગતું હતું. પરંતુ ગાંધીજીની અસહકારની ચળવળને કારણે ઈ. ૧૯૩૨માં તેમની પસંદગી ઇંગ્લેન્ડ જવા માટે થઈ હોવા છતાં તે ન ગયા. ઈ. ૧૯૩૩માં ભારત આવેલી ઇંગ્લેંડ ટીમના કેપ્‍ટન ડગ્લાસ જાર્ડીને તેમને ભારતના સૌથી વધુ શક્તિશાળી બલ્લેબાજતરીકે સંબોધ્યા હતા. પોતાના જમાનામાં પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં ૭૧-૬૪ રનની સરાસરી નોંધાવનાર વિજયભાઈ તે સમયના ડૉન બ્રેડમેનથી બીજે નંબરે હતા. તેમ છતાં, પોતે આક્રમક રમત રમતા નહિ તેથી તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પણ તેઓ રમતના સંપર્કમાં રહ્યા હતા. ઈ. ૧૯૫૫ થી ૭૯ સુધી તેમણે અસંખ્ય ક્રિકેટ-મેચોની કૉમેન્ટ્રી રેડિયો પરથી આપી હતી. ૧૪ વર્ષ સુધી વિજય મરચન્ટના સાથમાં ક્રિકેટનામની શ્રેણી આકાશવાણી પરથી તેમણે રજૂ કરી હતી. શોખીન ક્રિકેટપ્રેમીઓ દર શનિવારે બપોરે મરચન્ટને તેમની ઑફિસમાં ક્રિકેટ વિષે વિવિધ માહિતી મેળવવા મળતા.
જેમ ક્રિકેટની દુનિયા પ્રતિ વિજયભાઈને ઊંડી મમતા હતી તેટલી જ મમતા અપંગોને મદદરૂપ થવા માટે પણ હતી. પોલિયોપીડિત ૧૯ વર્ષની મનીષા કરાણીને ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવા માટે વિજયભાઈએ જે કાનૂની લડાઈ લડી હતી અને ઈ. ૧૯૮૫માં કૉલેજ પાસે ભૂલ કબૂલાવડાવી મનીષાને પ્રવેશ અપાવ્યો હતો તે પ્રસંગ વિજયભાઈ માટે પ્રેરણાદાયક બન્યો. લગભગ ૩૦ વર્ષ સુધી તેમણે અપંગોનું સન્માન જળવાય અને તેઓને યોગ્ય સગવડો સાંપડે તે માટે અથાક પ્રયત્નો કર્યા હતા અને તે ક્ષેત્રે વિજય મેળવ્યો હતો.
વિજય મરચન્ટ કહેતા કે જેમ ક્રિકેટના દાવમાં છેલ્લે આવતા બેટ્સમેનોની મોટી જવાબદારી હોય છે તેમ સાધનસંપન્ન પરિવારોની પણ તેમની જીવનસંધ્યાને અપંગો પ્રત્યે એક વિશિષ્‍ટ જવાબદારી હોય છે.
આવા અપંગોની સારવાર માટે બનતું કરી છૂટનાર વિજયભાઈ શારીરિક ખોડખાંપણ-વાળાં યુવક-યુવતીને લગ્નબંધનથી જોડાવા પણ પ્રયત્નશીલ રહ્યા હતા. તેમની મિલોમાં કામ કરતા કર્મચારીઓને વિજયભાઈની સેવાભાવનાનો ચેપ લાગ્યો હતો. તેમની મિલની વેલ્ફેર ઑફિસર શશિ કોઠારીએ કહ્યું હતું, ‘અપંગ માણસોને અમારી બરાબર ગણવાનું વિજયભાઈએ અમને શીખવ્યું. બૉમ્બે ટેલિફોન્સ સાથે ચર્ચા-વિચારણા કરી અપંગોને ટેલિફોન બૂથનું સંચાલન તેમણે અપાવ્યું હતું.
સમૃદ્ધિમાં આળોટતા હોવા છતાં વિજય મરચન્ટ સાદાઈથી જીવન ગાળતા. તેમની પુત્રી અદિતી કહેતી પપ્‍પા પરદેશથી આયાત કરેલી ગાડી કદી ન વાપરતા. તે માનતા કે લોકોની સેવા કરવી એ જ સાચું ધર્મપાલન છે.
વિજયભાઈને પૂછવામાં આવ્યું હતું, ‘આપનું કેવું સ્મારક રચાય તેમ આપ ઇચ્છો છો ?‘
વિજયભાઈએ ઉત્તર આપ્‍યો હતો, ‘કોઈ માર્ગને મારું નામ અપાય તેમ હું ઇચ્છતો નથી. જે લોકોના જીવનમાં થોડીકેય શાંતિ હું સ્થાપી શક્યો હોઉં તેઓના દિલમાં લગરીક સ્થાન મળે એવી મારી મનીષા છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular