જવાહરલાલ નેહરુ

http://gujarat-help.blogspot.com

જવાહરલાલ નેહરુ સ્વતંત્ર ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી
http://www.gurjari.net/uploaded/gallery/vishva/javahar-lal.jpgઇ.1889ના નવેમ્બરની 14મી તારીખે અલ્લાહાબાદમાં કાસ્મીરી પંડિત પિતા મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ થયો. આ પરિવાર પર લક્ષ્મીની કૃપા હતી. તેઓનું જીવન પશ્ચિમની સમૃદ્ધ ઢબે ચાલતું હતું. જવાહર ઇંગ્લેંડમાં ભણ્યા હતા. ઈ. 1912માં તે બૅરિસ્ટર બની ભારત આવ્યા. ભારત આવીને જોયું તો યુરોપ-અમેરિકાની વૈજ્ઞાનિક ઉન્નતીની સરખામણીમાં પોતાના દેશનું પછાતપણું અભિશાપ સમાન હતું. એથી તેઓ રાજનીતીનાં ક્ષેત્રમાં જોડાયા. એ વખતે લોકમાન્ય ટિળક, લાલા લાજપતરાય, વિપિનચન્દ્ર પાલ અને અરવિન્દ ઘોષની ઉગ્ર વિચારધારાની બોલબાલા હતી. રાજનીતિને ક્ષેત્રે પિતા મોતીલાલ પણ કાર્યરત હતા પરંતુ તે ઉદાર નીતિ અનુસરતા. યુવાન જવાહર ઉગ્ર વિચારોના સમર્થક હતા.
ઈ. 1916માં કમલા સાથે લગ્નસંબંધથી જોડાયેલા નેહરુને ગાંધીજીની મુલાકાત થઈ. રૉલેટ એક્ટ અને જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી નહેરુ સંપુર્ણ પણે સ્વાધીનતા આંદોલનમાં જોડાઈ ગયા. એમની અધ્યક્ષતા નીચે ભરાયેલ લાહોર કૉંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી. પછી થી તો કૉંગ્રેસ અને દેશના રાજકારણ પર એમનો પ્રતિભાવ અતિશય વધવા લાગ્યો. ઈ. 1930ના મીઠાનાં સત્યાગ્રહ વખતે તથા ઈ. 1942ના ભારત છોડોઆંદોલન વખતે તેમને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા.
ભારતનાં અંતિમ વાઈસરૉય લૉર્ડ માઉંટબેટને દેશની આઝાદીપ્રાપ્તિના કાર્યમાં પૂર્ણ સહયોગ આપ્યો. ઈ. 1947ના ઑગસ્ટની પંદરમીએ જ્યારે દેશ સ્વતંત્ર થયો. ત્યારે વડા પ્રધાન તરીકે નહેરૂજીએ શપથ લીધા અને દેશનું સુકાન સંભાળ્યુ.
રાજનીતિજ્ઞ હોવા ઉપરાંત જવાહરલાલ વિશ્વવિખ્યાત લેખક પણ હતા. ઇન્દિરાને પત્રો’, ‘મારી આત્મકથાઓતથા ભારત દર્શનવિશ્વસાહિત્યમાં મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે.
પડોશી દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખવાની નીતિમાં માનતા નેહરૂજીએ જ્યારે ઈ. 1962માં ચીનનું ભારત પરનું આક્રમણ જોયું ત્યારે તેમનું દિલ તૂટી ગયું. ત્યાર પછી તે અસ્વસ્થ રહેવા લાગ્યા. ભારતીય આકાશનો આ ઉજ્જવલ સિતારો ઈ. 1964ના મે માસની સત્તાવીસમીએ અસ્ત થઈ ગયો.
દિલ્હીના યમુના કિનારે શાંતિવનની એમની સમાધી નેહરુજીની યાદ સદા માટે તાજી રાખે છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular