રવિશંકર પંડિત

http://gujarat-help.blogspot.com


રવિશંકર પંડિત - પ્રકૃતિસૌંદર્ય અને પ્રાણીસૃષ્ટિના સ્વયંસિદ્ધ ચિત્રકાર
રવિશંકરને બચપણથી જ ચિત્રકામની લગની લાગી હતી. પાંચમા ધોરણમાં હતા ત્યારે જ ડ્રૉઈંગની થર્ડ ગ્રેઇડની પરીક્ષા પાસ કરી હતી. તેઓ બી. એ. થયા હતા પરંતુ ચિત્રકામની તાલીમ આટલી જ.
રવિશંકરના પિતા ગોંડલ રાજ્યમાં મહાલકારી અને પછી સેટલમેન્ટ ઑફિસર. એટલે ગામડામાં ખૂબ ફરવાનું થતું. આથી રવિશંકરને પ્રાકૃતિક સૌંદર્ય, ગ્રામ અને ગોપજીવન વગેરેનો અનુભવ તથા અવલોકન થતાં ગયાં અને ચિત્રકલા-પ્રીતિ ર્દશ્ય ચિત્રો તરફ વળતી ગઈ. મોટાભાઈ ગોધરાની તાલુકા સ્કૂલમાં આચાર્ય હતા ત્યારે એમની સાથે રહેતા. મોટાભાઈને પણ ચિત્રકામનો શોખ એટલે એમની પાસે દેશવિદેશનાં સુંદર ‍સચિત્ર પુસ્તકોનો તેમજ સામયિકોનો સારો એવો સંગ્રહ હતો. આ ચિત્રોનું અવલોકન કરતાં રવિશંકર પર ઇટાલિયન ચિત્રકાર મટાનિયાનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. ગોધરામાં એમનું રહેઠાણ પણ જંગલની નજીક નદીકાંઠે હતું, એટલે એમાંથીયે એમને ચિત્રલેખન માટે પુષ્‍કળ વિષયસામગ્રી મળી રહેતી. પરંતુ પદ્ધતિસરની તાલીમની ખોટ એમને સતત લાગતી. તોપણ પોતાના કલાવિકાસ માટે સ્વયંસાધના તો તેમણે જારી જ રાખી. શાળાકીય તાલીમની ખોટ તેમણે સતત સ્કેચિંગ કરીને પૂરી કરેલી.
જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ભણતા હતા ત્યારે કૉલેજના પ્રિન્સિપાલ નિવૃત થવાના હતા. એમનું તૈલચિત્ર બનાવવાનું કામ રવિશંકર રાવળને સોંપયેલું. આ વખતે બંનેનો પરિચય થયો. તત્કાલીન હસ્તલિખિત જ્ઞાનાંજલિના તંત્રી બચુભાઈ રાવતનો પણ પરિચય થયો. કુમારની સ્થાપનામાં આ પરિચય પાયારૂપ બન્યો. કુમારની શરૂઆતમાં જે પાંચ મિત્રોનો સમૂહ પાયામાં હતો તેમાં રવિશંકર પંડિત હતા. આમ કુમારના છેક પહેલા અંકથી એમની ચિત્રશક્તિનો લાભ મળતો થયો હતો.
પંડિતે પોતાના જૂનાગઢ વસવાટ દરમિયાન સંસ્કૃત નાટકોમાંથી કેટલાક પ્રસંગો લઈ ચિત્રો કરેલાં જે સમાલોચકમાસિકમાં પ્રગટ થયાં હતાં. એ જ અરસામાં સાત્યિમાસિકના તંત્રી મનુભાઈ કાંટાવાળાએ પ્રકૃતિચિત્ર માટે જાહેર કરેલું ઇનામ પણ એમને મળેલું.
કૉલેજનું ત્રીજું વર્ષ વડોદરામાં કર્યું. અહીં વડોદરાની વિખ્યાત પિક્ચર ગેલેરીનો એમણે લાભ લીધો. એટલામાં જાણવા મળ્યું કે રવિશંકર રાવળ અમદાવાદમાં સ્થાયી થયા છે અને ચિત્રકલાના વર્ગો ચાલુ કર્યા છે. એટલે પંડિત અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા અને રવિભાઈના માર્ગદર્શનનો લાભ ઉઠાવવા માંડ્યો. રવિભાઈની ભલામણથી એમણે વીસમી સદીમાટે પણ ચિત્રો બનાવવા માંડ્યાં. અમદાવાદની મહિલા પાઠશાળામાં ખંડ સમયના ચિત્ર-શિક્ષક તરીકે જોડાયા હતા. બાલસાહિત્યના આદર્શ પ્રકાશન તરીકે બાળવાર્તાવલિમાં તે વખતે શ્રેષ્‍ઠ ગણાયેલાં બાળસુલભ ચિત્રો કર્યાં. કૌટુંબિક મુશ્કેલીઓને કારણે તેમને ગોંડલ આવવું પડ્યું. અહીં શિક્ષક તરીકેની કામગીરી સ્વીકારી પરંતુ ચિત્રપ્રવૃત્તિ નામશેષ બની.
રવિશંકર પંડિતનું ચિત્રકાર્ય બહુધા જલરંગી દૃશ્યચિત્રો, સામયિકો અને પુસ્તકો માટેનાં ચિત્રો વગેરેમાં જ સીમિત રહેલું.
બે દાયકા સુધી ગોંડળમાં રહ્યા પછી ફરીથી મુંબઈ આવ્યા અને ચિત્રકાર તરીકેની કારકિર્દી ફરીથી આરંભી.
જન્મજાત નૈસર્ગિક પ્રતિભા ધરાવતા એમના જીવનમાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે જેથી તેમણે પ્રતિકર્ળ નિર્ણયો લેવા પડ્યા. પરંતુ જીવનની અનેક લીલીસૂકી જોવા સાથે કોઈ અગમ્ય શ્રદ્ધાના દોર પર અજબ સમાધાનવૃત્તિથી એમણે પોતાનું જીવન જોગવ્યા કર્યું હતું. મુંબઈ સરકાર તરફથી બાળસાહિત્યના શ્રેષ્‍ઠ પુસ્તકને અપાતું વાર્ષિ‍ક ઇનામ ઈ. ૧૯૫૮માં એમને મળ્યું હતું.
ઈ. ૧૯૮૭ના માર્ચની સત્તાવીસમી તારીખે એમનું અવસાન થયું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular