રણછોડભાઈ ઉદયરામ દવે

http://gujarat-help.blogspot.com

રણછોડભાઈ ઉદયરામ દવે - નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસી
સમાજસુધારાના અગ્રણી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના કેટલાક વખત સુધીના સહાયક મંત્રી, ‘બુદ્ધિપ્રકાશના તંત્રી અને વડોદરાની ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ઈ. ૧૮૩૭માં ઑગસ્ટની દસમી તારીખે થયો હતો. ફાર્બસ ગુજરાતી સભા સાથે પણ તે સંકળાયેલા હતા. નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના એ પ્રખર અભ્યાસી હતા. રણ પિંગળએ પિંગળ વિષેનો તેમનો અભ્યાસગ્રન્થ છે. હોપ વાચનમાળામાં પણ તેમણે કામગીરી બજાવી હતી. રાસમાળાના અમુક વિભાગનું તેમણે ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. કચ્છમાં દીવાનગીરી પણ કરી હતી. તે દરમિયાન કચ્છનો ઇતિહાસલખ્યો હતો.
રણછોડભાઈ ઉદયરામની અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિઓ હોવા છતાં તેમની નામના મુખ્યત્વે નાટ્યકાર તરીકેની છે. રાસ્ત ગોફતારના તંત્રી કેખુશરૂ કાબરાજીએ નાટક ઉત્તેજક મંડળીસ્થાપવાની યોજના મૂકી. આ યોજના રણછોડભાઈને ગમી. રણછોડભાઈએ તે સંસ્થા માટે નળદમયંતી‘, ‘બાણાસુરમદમર્દનઇત્યાદિ નાટકો લખ્યાં હતાં. થોડા સમય સુધી પારસીઓની નાટકમંડળીથી છૂટા થઈ તેમણે ગુજરાતી નાટકમંડળીસ્થાપી. એ મંડળી માટે લલિતાદુઃખદર્શક નાટકરચી આપ્‍યું. પોતાની દીર્ઘ સાહિત્યિક કારકિર્દીમાં રણછોડભાઈએ સંખ્યાબંધ નાટકો લખ્યાં છે. એક રીતે જોતાં એમણે જ ગુજરાતી નાટ્યસ્વરૂપનું વ્યવસ્થિત ખેડાણ કર્યું. ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. રણછોડભાઈનું નામ ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાઈ ગયું છે.
પુરાણમાંથી વિષય લઈને સંસ્કૃત નાટકો ઉપરથી તેમજ સામાજિક વિષયો પર એમણે સંખ્યાબંધ નાટકો લખ્યાં છે. પરંતુ રણછોડભાઈને જે નાટકે પ્રતિષ્ઠિત કર્યા તે નાટક લલિતા-દુઃખદર્શક નાટક‘. આ નાટકે સમાજમાં ઘેરી અસર પાડી હતી. આ નાટક પશ્ચિમનાં નાટકોની અસર દાખવતું ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણાન્ત નાટક છે.
રણછોડભાઈનાં નાટકો કલાની ર્દષ્ટિએ ઘણાં ઊતરતાં લાગે. વર્તમાન સમાજને આ નાટકો અકલાત્મક લાગે.
ઈ. ૧૯૨૩માં એમનું અવસાન થયું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular