લીલા ચિટનીસ

http://gujarat-help.blogspot.com
લીલા ચિટનીસ - હિન્દી ફિલ્મજગતની એક વખતની વિખ્યાત અભિનેત્રી

http://www.gurjari.net/uploaded/gallery/vishva/lila-chitnis1.jpgઈ. ૧૯૧૨માં ધારવાડ ખાતે નગરકર કુટુંબમાં જન્મેલાં લીલાએ ડૉ. ચિટનીસ સાથે લગ્ન કર્યાં અને લીલા નગરકરમા;થી તેઓ લીલા ચિટનીસ બન્યાં. તેમણે નાગપુર ખાતે શિક્ષણ મેળવ્યું હતું. પતિ ડૉ. ચિટનીસે લીલાને ફિલ્મી કલાકાર બનવા પ્રોત્સાહન આપ્‍યું તેમને મરાઠી રંગભૂમિનો ભરપૂર અનુભવ હતો. એ સમયે નાટ્ય મન્વન્તરનામની એક નાટ્ય-સંસ્થા કાર્યરત હતી. અભિનેતા અને નિર્માતા કેશવરાવ દાતે આ સંસ્થાના સફળ કલાકાર હતા. ડૉ. ચિટનીસ પણ આ સંસ્થાના પરિચયમાં હતા. ડૉ. ચિટનીસે ઉસના નવરા‘, ‘બેબીતથા આંધલ્યાચી શાળાનામનાં નાટકોનું સર્જન કર્યું હતું. લીલા આ નાટકોમાં મહત્વની ભૂમિકા ભજવતાં.
જબલપુરના એક શ્રીમંત શેઠ ગોવિંદદાસે તથા કાંગ્રેસી નેતા દ્વારકાપ્રસાદ મિશ્રે ધૂંઆધારનામના એક ચિત્રનું નિર્માણ કર્યું. લીલાએ તથા નાના પલસીકરે આ ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ ટિકિટબારી પર નિષ્‍ફળ ગઈ હતી. આ ફિલ્મ બાદ માસ્ટર વિનાયકે છાયાનામના બોલપટમાં લીલાને ભૂમિકા આપી. આ ફિલ્મમાં લીલાએ આપેલો અભિનય પ્રશંસાપાત્ર નીવડ્યો. લીલાને હવે અસંખ્ય ફિલ્મોમાં પાત્ર ભજવવા માટે નિમંત્રણ મળવા લાગ્યાં. સોહરાબ મોદીએ જેલરનામની ફિલ્મ બનાવી હતી જેમાં લીલાએ જેલરની પત્નીની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી હતી.
એ વખતે હિમાંશુ રૉય અને દેવિકારાણીએ બૉમ્બે ટૉકિઝ નામની ફિલ્મનિર્માણ સંસ્થા ઊભી કરી. આ સંસ્થાના નેજા હેઠળ કામ કરી લીલા કીર્તિને શિખરે પહોંચ્યાં. બૉમ્બે ટૉકિઝે બનાવેલી કંગનઅને બંધનફિલ્મોમાં લીલા ચિટનીસે અને અશોકકુમારની જોડીએ પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્‍ત કરી. કંગનમાં પાતળાં, કમનીય, વાંકડિયા વાળવાળાં લીલા, અશોકકુમાર અને દેવિકારાણી મુખ્ય પાત્રો ભજવતાં હતાં. આ ફિલ્મથી લીલા ખૂબ પ્રખ્યાત થયાં. અશોકકુમાર અને લીલા ચિટનીસની જોડીએ યુવાનોને ઘેલું લગાડ્યું. આ જોડીએ બંધન‘, ‘કંગન‘, ‘ઝૂલાજેવી ફિલ્મોમાં કામ કરી પ્રેક્ષકો ઉપર કામણ કર્યું. ઈ. ૧૯૪૦માં લીલાની ભૂમિકાવાળાં ત્રણ ચિત્રપટો રજૂ થયાં – ‘તુલસીદાસ‘, ‘અર્ધાંગિનીઅને બંધનઅને એ ત્રણેય ચિત્રો ખૂબ સફળ થયાં.
ફિલ્મક્ષેત્રે લીલા ખૂબ જ લોકપ્રિય નીવડી રહ્યાં હતાં અને કીર્તિની ટોચ પર હતાં ત્યારે પતિ ડૉ. ચિટનીસ સાથે તેમને અણબનાવ થયો અને બંનેએ છૂટાછેડા લીધા. ત્યારબાદ લીલાએ ફિલ્મનિર્માતા સી. આર. ગ્વાલાની સાથે લગ્ન કર્યાં. હવે લીલા ફિલ્મનિર્માણમાં પણ રસ લેવા લાગ્યાં હતાં. કિસીસે ન કહનાઅને પ્રતિજ્ઞાનામનાં બોલપટોનું નિર્માણ કર્યા બાદ ગ્વાલાની લાહોર ચાલ્યા ગયા. લીલા ફરીથી એકાકી બન્યાં અને સ્વતંત્ર કારકિર્દી જમાવવા પ્રયત્ન કરવા લાગ્યાં. બૉમ્બે ટૉકિઝમાં પાછાં આવી તેમણે ચાર આંખે‘, ‘મનોરમા‘, ‘ગઝલ‘, ‘ભક્ત પ્રહલાદ‘, ‘શતરંજ‘, ‘ઘર ઘર કી કહાની‘, ‘અંધોકી દુનિયાવગેરે ફિલ્મોમાં કામ કર્યું પણ અગાઉ પ્રાપ્‍ત કરેલી સફળતા મેળવી શક્યાં નહિ.
ઈ. ૧૯૪૯માં શહીદનામની ફિલ્મમાં દિલીપકુમારની માતાની ચરિત્ર અભિનેત્રીની ભૂમિકા ભજવી. ગાઈડઅને કાલા બાજારમાં પણ તેમણે દેવઆનંદની માતા તરીકે અભિનય આપ્‍યો હતો. પછી તો અનેક ફિલ્મોમાં પોતાની વધતી જતી ઉંમર પારખીને તેમણે માતાની ભૂમિકા ભજવવા માંડી અને ગૌરવવંતી માતાની ભૂમિકા ભજવનાર તરીકેની પ્રતિષ્‍ઠા સંપાદન કરી. રાજકપુરના સત્યમ્, શિવમ્, સુન્દરમ્માં પણ લીલાએ ભૂમિકા ભજવી હતી. છેક ૧૯૯૪ સુધી પસંદ કરેલી ફિલ્મોમાં તેમને માતાની ભૂમિકા ભજવતાં જોઈ શકાય છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular