લાલા લજપતરાય

http://gujarat-help.blogspot.com
લાલા લજપતરાય

http://www.gurjari.net/uploaded/gallery/vishva/lala-lajpatray.jpgલાલ,બાલ અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાંના એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અને નવયુવાનોનાં હ્રદયમાં આદરણીય સ્થાન ધરાવતા લાલા લજપતરાયનો જન્મ 28/01/1865ના રોજ થયો હતો. મિડલ સ્કૂલની પરિક્ષા પાસ કરી,કોલેજમાં શિષ્યવૃતિ પણ મેળવી અને વકિલાત શરૂ કરી. પૂનામાં ફાટી નીકળેલા ભયંકર પ્લેગ સમયે, દુષ્કાળ વખતે અનાથ અને દુ:ખી ભાઈભાંડુઓને સક્રિય મદદ કરવા માટે લાલાજીએ દિન-રાત એક કરીને આપણી સમક્ષ એક અનોખુ અને પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું. ઈંગ્લૅંડ જઈ ભારતની પરતંત્રતા અને ભારતવાસીઓના હક પર ઠેર ઠેર વ્યાખ્યાયનો આપી લોકમત જાગૃત કર્યો. તેમણે 'ગોરીબાલ્ડી','છત્રપતિ શિવાજી','શ્રદ્ધાનંદજી','શ્રી કૃષ્ણ' એમ કુલ ચાર પુસ્તકો લખ્યાં. ગાંધીજીએ આરંભેલી અસહકારની ચળવળમાં લાલાજી જીવ્યા ત્યાં સુધી મોખરે રહ્યા. સાયમન કમિશનને બહિષ્કાર કરવા કાઢેલા સરઘસની આગેવાની લેવા બદલ અંગ્રેજ પોલીસોના આડેધડ લાઠીમારથી ઈ.1928માં અમર શહીદીને વર્યા. તેઓએ કહેલું : "મને મારેલી પ્રત્યેક લાઠીના કારમા ઘા બ્રિટિશ સામ્રાજ્યના કફનનો એક એક ખીલો પુરવાર થશે." જે સાચીજ પડી. ભારત માતાની સ્વાતંત્ર્ય વેદી પર 'પંજાબ કેશરી'ની કુરબાનીને યાદ કરી કૃતાર્થ થઈએ. 

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular