સ્વામી વિકાનંદ

http://gujarat-help.blogspot.com
"નરેન્દ્ર"થી "સ્વામી વિકાનંદ"સુધીની યાત્રા
http://www.gurjari.net/uploaded/gallery/vishva/swami-vivekanand.jpg
સંવત ૧૯૧૯, પોષ વદ સાતમ, સોમવાર અને ૧૮૬૩, જાન્યુઆરીની બારમી તારીખે, મકરસંક્રાંતિના પવિત્ર પર્વે આ મહાપુરુષનો જન્મ થયો.
કોલકાટાના સિમુલિયા (સીમલા) નામના પરગણામાં, સુપ્રસિદ્ધ દત્ત કુટુંબમાં વિશ્વનાથ દત્ત અને ભુવનેશ્વરીદેવીના ઘેર જન્મ ધારણ કરેલ આ બાળકનું નામ વીરેશ્વર. લોકો લાડપૂર્વક તેને બિલેકહીને બોલાવતા. તેનું મૂળ નામ નરેન્દ્રદેવ હતું.
કોલકાટા વિશ્વવિદ્યાલયની પ્રાવેશિક પરીક્ષાનરેન્દ્રએ પ્રથમ વર્ગમેળવી પાસ કરી. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ એક જ વર્ષમાં પૂરો કર્યો અને પ્રથમ વર્ગ મેળવ્યો. પિતાજી તરફથી તેને ઘડિયાળભેટ મળી. ૧૮૮૦ની સાલમાં સત્તર વર્ષની ઉંમરે નરેન્દ્રએ કૉલેજમાં પ્રવેશ કર્યો. એક વર્ષ પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યા પછી સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી ફર્સ્ટ આટર્સપરીક્ષા ખૂબ જ લાંબી બીમારી પછી આપી અને તેમાં દ્વિતીય વર્ગ પ્રાપ્‍ત કર્યો.
સ્વામી રામકૃષ્‍ણ પરમહંસ પ્રાચીન ભારતવર્ષના મૂર્ત સ્વરૂપહતા. નરેન્દ્રદેવ અર્વાચીનયુગના સંશયોની ભરપૂર ચિત્તવાળા છતાં સત્ય સમજવા માટેની તીવ્ર ઈચ્છાશક્તિ ધરાવતા હતા. આમ પ્રાચીન અને અર્વાચીન, હ્રદય અને બુદ્ધિ, શ્રદ્ધા અને સંશયનું અદ્દભુત મિલનજે કદી કોઈએ કલ્પ્‍યું પણ ન હતું તે સર્જાયું.
નરેન્દ્રને સૌ પ્રથમ જીવનમાં એવા પુરુષના દર્શન થયા કે જેમણે હિંમતપૂર્વક કહ્યું કે હા, મેં ઈશ્વરને જોયો છે.અસામાન્ય ઉપદેશકની અચળ આત્મવિશ્વાસ ભરેલી વાણીએ તેમના આંતરબાહ્ય વ્યક્તિત્વને ડહોળી નાખ્યું.
આમ, જેમ અર્જુનને ભગવાન શ્રીકૃષ્‍ણ, આનંદને ભગવાન બુદ્ધ તેમ નરેન્દ્રને શ્રીરામકૃષ્‍ણ પરમહંસ પ્રાપ્‍ત થયા.
સન ૧૮૮૪માં બી. એ. ની પરીક્ષા આપી. પરિણામ આવે તે પહેલાં પિતા વિશ્વનાથ દત્તનું અવસાન થયું. વિકટ પરિસ્થિતિમાં બી. એ. થયા પછી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો.
ખર્ચને પહોંચી વળવા નરેન્દ્ર ફ્રીમેસન સંસ્થાના સભ્ય થયા. પંડિત ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરની શાળામાં શિક્ષક થયા, પણ ત્યાં ન ફાવ્યું એટલે શાળા છોડીને નોકરીની શોધમાં એક ઑફિસેથી બીજી ઑફિસે, ધોમધખતા તાપમાં, જમ્યા વગર, ઉઘાડા પગે ધક્કા ખાવા માંડ્યા. દરેક જગ્યાએથી જાકારો મળ્યો. જીવનની વાસ્તવિકતા સાથેનો આ પ્રથમ પરિચય હતો.
૧૬ ઑગસ્ટ ૧૮૮૬, પરમહંસના નિધન પછી બાલ સંન્યાસીઓએ વરાહનગરમાં એક મકાન ભાડે રાખ્યું. નગરના કોલાહલથી દૂર ગંગામૈયાના કિનારા ઉપર આવેલ, ખંડેર જેવું આ મકાન શ્રીરામકૃષ્‍ણદેવની સમાધિની પાસે હતું. ત્યાં તેમનો પહેલો મઠ સ્થાપિત થયો.
સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી તેમનું નેતૃત્વ કરવા લાગ્યા.
સંન્યાસ ધર્મ સ્વીકારી, નરેન્દ્રમાંથી વિવેકાનંદ બન્યા પછી તેમણે સંપૂર્ણ ભારતને પોતાનું ઘર ગણ્યું. દીન-દુઃખીઓનાં આંસુ લૂછવા, દરિદ્રનારાયણની સેવા કરવી તે જ પવિત્ર કાર્ય છે તેવું મનોમન નક્કી કરી ભારતયાત્રાનો પ્રારંભ કર્યો.
ભારતદર્શનનો પ્રારંભ કર્યા પછી સ્વામી વિવેકાનંદ સૌ પ્રથમ કાશી પહોંચ્યા. નિવાસ દરમિયાન પંડિતો સાથે વિચારવિનિમય કર્યો, શાસ્ત્રાર્થ કર્યો. તેમના ઉપર પોતાનો પ્રભાવ પણ પાડ્યો.
બંગાળનો નરેન્દ્ર ભારતવર્ષનો મહાન જ્યોતિર્ધર બન્યો.
૩૧ મે, ૧૮૯૩ના દિવસે જહાજમાં બેસી તેઓ મુંબઈથી વિદેશ જવા રવાના થયા.
કોલંબો, સિંગાપુર, હૉંગકૉંગ, ટોકિયો થઈને સ્વામીજી જુલાઈ માસની મધ્યમાં શિકાગો પહોંચ્યા. સર્વધર્મસંમેલન ક્યારે શરૂ થવાનું છે તેની જાણકારી પ્રાપ્‍ત કરી તો ખબર પડી કે ત્રણ મહિના પછી આ સંમેલનનો પ્રારંભ થવાનો છે. કરકસર કરવાનો વિચાર કરી તેઓ મોટા અને ખર્ચાળ શિકાગો શહેરને છોડી પાસેના બોસ્ટન નગરમાં રહેવા લાગ્યા. બોસ્ટનથી સ્વામીજી ફરી શિકાગો ગયા.
૧૧ સપ્‍ટેમ્બર ૧૮૯૩ના દિવસે હૉલ ઑફ કોલંબસતરીકે ઓળખાતા વિશાળ ખંડમાં ભારે દબદબાપૂર્વક વિશ્વધર્મસંમેલનનો પ્રારંભ થયો.
જગતના જુદા જુદા દેશમાંથી આવેલ સાઠ કરતાં વધારે વિદ્વાન અને પ્રતિભાશાળી વક્તા-સમૂહમાં સૌથી નાના સ્વામી વિવેકાનંદ આગળની?હરોળમાં બેઠા હતા. સ્વામી વિવેકાનંદને કહેવામાં આવ્યું કે આપ આપનું ભાષણ શરૂ કરો.
સ્વામી વિવેકાનંદ અખૂટ આત્મવિશ્વાસપૂર્વક મધુર સ્વરથી સંબોધન કર્યું, ‘મારા અમેરિકાના ભાઈઓ અને બહેનો !
મનમોહક અને હ્રદયસ્પર્શી એવું આ સંબોધન સાંભળતા જ શ્રોતાઓના વિશાળ સમુદાયે પ્રચંડ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. મૈત્રીભાવની મોહિની બેત્રણ મિનિટ સુધી ચાલુ રહી. સભાખંડમાં શાંતિ પથરાતાં જ તેમણે પોતાનું નાનકડું ભાષણ શરૂ કર્યું :
મને એ વાતનું ગૌરવ છે કે હું હિન્દુ છું.
મને એ વાતનું ગૌરવ છે કે હું જે દેશમાંથી આવું છું ત્યાં બધા ધર્મોનું સન્માન થાય છે.
મને એ વાતનું ગૌરવ છે કે હું જે દેશમાંથી આવું છું ત્યાંના અનેક સંતો અને મહાત્માઓએ પરમેશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે.
મને એ વાતનું ગૌરવ છે કે હું જે દેશમાંથી આવું છું ત્યાંના મનુષ્‍ય માત્ર જ નહીં, પણ સંપૂર્ણ ચરાચર સૃષ્ટિને પરમેશ્વરનો અંશ તરીકે ગણી તેમાં એકાત્માનો અનુભવ કરી શકાય છે.
પછી આગળ સમજાવ્યું.
http://www.gurjari.net/uploaded/gallery/vishva/swami-vivekanand-prsd.jpgકેટલીક નાની નાની જગાએથી વહેતી નદીઓ અંતે તો સમુદ્રને જ મળે છે તેમ અલગ અલગ ધર્મ-સંપ્રદાયમાં જન્મેલા મનુષ્‍યો અંતે તો એક જ પરમાત્માની પાસે પહોંચે છે. કોઈ ધર્મ ઊતરતો નથી કોઈ ધર્મ શ્રેષ્‍ઠ નથી.
વક્તા-સમૂહ, શ્રોતાગણ અને સ્થાનિક પત્રપત્રિકાઓએ મુક્તકંઠે સ્વામી વિવેકાનંદની પ્રશંસા કરી.
હવે, સ્વામી વિવેકાનંદ અમેરિકાના લોકોનું આકર્ષણ બની ગયા. સંમેલન ચાલતું હતું ત્યાં અનેક સંસ્થા-સંગઠનો સ્વામીજીને ભાષણ માટે નિમંત્રણ મોકલવા માંડ્યાં. આમ બંગાળનો નરેન્દ્ર, પરમહંસનો વિવેકાનંદ જોતજોતામાં વિશ્વપ્રસિદ્ધ પ્રતિભા બની ગયા.
સતત ચાર વર્ષ વિદેશમાં પ્રવાસ-પ્રવચનની પરંપરા દ્વારા, જગતના ઇતિહાસમાં ધ્રુવ-તારકનું સ્થાન પ્રાપ્‍ત કરનાર સ્વામી વિવેકાનંદ માતૃભૂમિ ભારતમાં પાછા ફર્યા.
સ્વામી વિવેકાનંદ ભારત આવ્યા તે પહેલાં તેમનું નામ દેશના ખૂણે ખૂણે પહોંચી ગયું હતું. ૧૫ જાન્યુઆરી, ૧૮૯૭ના દિવસે સૌ પ્રથમ તેઓ કોલંબો પધાર્યા કે તરત જ ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું.
૧૮૯૭માં તેમણે શ્રીરામકૃષ્‍ણ મિશનની સ્થાપના કરી સેવાકાર્યો શરૂ કર્યાં.
૯ ડિસેમ્બર ૧૮૯૮ના ગંગાનદીના કિનારે આવેલ બેલુર નામના ગામમાં બેલુર મઠની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદની તબિયત અવિરત કાર્ય અને વધતી જતી જવાબદારીના કારણે બગડવા માંડી. આરામ કરવા માટે આગ્રહ કરી, હિમાલયના ગામડાંમાં મોકલ્યા તો ત્યાં પણ આરામ ન કર્યો. લોકોની ઈચ્છાથી ઉત્તર ભારત અને ત્યાર બાદ શિષ્‍યોના નિમંત્રણથી ફરી અમેરિકા પણ ગયા. પેરિસમાં ભરાયેલ ધર્મસંમેલનમાં ભાગ લીધો.
જીવનની આટલી લાંબી અને ઝડપી દોડ તથા અનેક કડવા અનુભવોના પરિણામે સ્વામીજી અંતર્મુખી બનતા ગયા. બાહ્ય પ્રવૃત્તિ અટકાવી દીધી હોવા છતાં આંતરિક મંથન ચાલુ જ હતું.
૪ જુલાઈ ૧૯૦૨ના રોજ દૈનંદિન કર્મો પતાવી સ્વામીજીએ શિષ્‍યોને ઉપદેશ આપ્‍યો. ભોજન કર્યું. આરામ કર્યો અને નિત્ય નિયમ પ્રમાણે બહાર ફરી આવ્યા. દિવસના અંતે લગભગ રાતે ૯-૦૦ વાગ્યે થાક અનુભવ્યો. હાથપગ ધ્રૂજવા લાગ્યા. પથારીમાં બેઠા થઈ ગયા. મન મોકળું મૂકીને રડ્યા અને પછી સૂઈ ગયા. કાયમના માટે નિર્વિકલ્પ સમાધિ !
સ્વામી વિવેકાનંદનો આત્મા, પરમાત્મામાં લીન થઈ ગયો. દેહ ચાલ્યો ગયો. પણ વાણી અમર બની ગઈ. સ્વામીજી વિચાર અને કૃતિથી જગવિખ્યાત બની આપણી વચ્ચેથી અચાનક ચાલ્યા ગયા હોવા છતાં આજે પણ અમર છે, ચિરંજીવી છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular