રવીન્દ્રનાથ ઠાકુર



રવીન્દ્રનાથ ઠાકુર

જીવનમાંગલ્યનાં ગીત ગાનાર મહાકવિ
રાષ્‍ટ્રઘડતરના મહાન ઘડવૈયાઓઅંધકાર ઓગાળનાર મહાદીપકોવિશ્વના વિશ્વકર્માઓશાંતિદૂતોવિજ્ઞાનવીરો અને સાહિત્યસ્વામીઓમાં કવિવર રવીન્દ્રનાથ ઠાકુરની પ્રતિભા માગ http://www.gurjari.net/uploaded/gallery/vishva/rtagore.jpgમુકાવે એવી છે. બંગાળના સુપ્રસિદ્ધ ઠાકુર પરિવારમાં એમનો જન્મ. ઈ. ૧૮૬૧ના મે માસની ૭મી તારીખે કલકત્તાના જોડાસાંકો લત્તાના નિવાસસ્થાનમાં થયો. પિતા મહર્ષિ‍ દેવેન્દ્રનાથ બ્રહ્મોસમાજના નેતા હતા. તેમનું ઘર એટલે સરસ્વતી અને લક્ષ્‍મીનું સંગમસ્થાન.
બાલ રવીન્દ્રનું શિક્ષણ ઘર આગળ ખાનગી અધ્યાપકો દ્વારા જ થયું હતું. સાત વર્ષની વયે તેમણે પોતાનું પ્રથમ કાવ્ય લખ્યું હતું. પિતા દેવેન્દ્રનાથ પોતાના બોલપુર સ્થિત એકાંત સ્થાન પર બાળક રવીન્દ્રને લઈ જતા. એકવાર હિમાલય યાત્રા પણ કરાવી. આ સર્વની અસર રવીન્દ્રના કવિહ્રદય પર ઘેરી પડી. ૧૭મે વર્ષે વધુ અભ્યાસ માટે તેમને ઇંગ્લેન્ડ મૂકવામાં આવ્યા. અહીં અંગ્રેજી ભાષા અને સાહિત્યનો ઘનિષ્‍ઠ અભ્યાસ કર્યો.
ઇંગ્લેન્ડથી આવ્યા પછી તેમની રચનાઓ સાધના‘ અને બંગદર્શન‘ વગેરે સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગી. ૨૨ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન મૃણાલિની દેવી સાથે થયાં.
ઈ. ૧૯૦૧માં બેલાપુરની જમીન પર રવીન્દ્રનાથે શાંતિનિકેતનની સ્થાપના કરી. પછીથી તે સંસ્થા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના નામથી પ્રસિદ્ધ બની. આજે પણ વિશ્વભરમાંથી અનેક શિષ્‍યો અહીં અભ્યાસાર્થે આવે છે. વચ્ચેના ગાળામાં પિતાપત્ની અને બે સંતાનોનું મૃત્યુ થતાં તેમના દિલને મોટો ધક્કો લાગ્યો પરંતુ સાહિત્યસાધનાનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો. ઈ. ૧૯૦૫ના બંગભંગ આંદોલન વખતે તેમનું રચેલું રાષ્‍ટ્રગીત પૂરા દેશમાં ગવાતું હતું. ગાંધીજી અને રવીન્દ્રનાથ વચ્ચે સ્નેહભર્યો ગાઢ સંબંધ હતો. ગાંધીજીએ રવીન્દ્રનાથજીને ગુરુદેવ‘ બનાવ્યા અને રાષ્‍ટ્રના પહેરેગીર‘ તરીકે સંબોધન કર્યું.
ઈ. ૧૯૧૩માં લખાયેલ કાવ્યરચના ગીતાંજલિ‘ માટે તેમને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનેક દેશોમાં ફરી તેમણે વ્યાખ્યાનો આપ્‍યાં હતાં. અનેક માનદ ઉપાધિઓથી તેમને વિભૂષિત કરવામાં આવ્યા હતા. કવિતા ઉપરાંત તેમણે નવલકથાઓ પણ લખી છે. જેમાં ગોરા‘, ‘ઘરેબાહિરે‘, ‘રાજર્ષિ‘ વગેરે મુખ્ય છે. તેમના સાહિત્યનો અનુવાદ અનેક ગુજરાતી સાહિત્યસેવીઓએ કર્યો છે. તેઓ અચ્છા અભિનેતાસારા ચિત્રકાર અને બલિષ્‍ઠ ચિંતક હતા. ઈ. ૧૯૪૦થી ગુરુદેવની તબિયત કથળવા માંડી. તેમને આરામ લેવાની સલાહ અપાઈ પરંતુ તેમણે સાધના છોડી નહિ. ઈ. ૧૯૪૧ના ઑગસ્ટ માસની ૭મી તારીખે તેમનું દેહાવસાન થયું. જનગણમન અધિનાયક‘ રાષ્‍ટ્રગીતના રચયિતા વિશ્વઅધિનાયકને મળવા વિદાય થયા.
બ્રિટિશ સરકારે તેમને નાઇટહૂડથી નવાજી સરનો ખિતાબ આપ્‍યો હતો પરંતુ જલિયાંવાલા બાગની ક્રૂર કત્લેઆમથી પ્રકોપ અનુભવી આ ઇલકાબ તેમણે સરકારને પરત કર્યો હતો.
માનવ-આત્માને કવિવર મધુર અને સુંદર સ્પર્શો દ્વારા સુસંસ્કૃતસૂક્ષ્‍મગ્રાહીરસિકઉન્નતપવિત્ર અને દિવ્ય બનાવવા માગતા હતા.
તેમની કવિતાએ પ્રકૃતિની એકેએક છટાને શબ્દે શબ્દે કંડારી છે. ટાગોરની કવિતામાં પ્રકૃતિએ પોતાના ઘૂંઘટની પાછળ હ્રદયના કોઈ ભાવને ગૂંગળાવ્યો નથી. તેમની કવિતામાં કેટલાંયે અકળ આકાશો ખૂલતાં જ આવે છે. પૂરેપૂરો ઉઘાડ થયો હોય તોપણ એની રહસ્યમયતાનો સ્પર્શ અનેરો હોય છે. આતી તેમની કવિતા તપઃપૂત લાગે છે અને કવિને ઋષિ સમોવડા દેખાડે છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular