સુનીલ ગાવસ્કર

ઈ. ૧૯૭૦-‘૭૧માં વેસ્ટ ઇન્ડિઝ, સામે ટેસ્ટ-મેચમાં રમવાની શરૂઆત કરી. ઈ. ૧૯૮૬-‘૮૭માં પાકિસ્તાન સામે રમેલા. પોતાની અંતિમ ટેસ્ટ બાદ ક્રિકેટમાંથી નિવૃત્ત થનાર સુનીલ ગાવસ્કરનો જન્મ મુંબઈ ખાતે ઈ. ૧૯૪૯ના જુલાઈ માસની ૧૦મી તારીખે થયો હતો. મુંબઈ ખાતે અભ્યાસ કરી તેમણે મુંબઈ યુનિવર્સિટીની અંગ્રેજી સાહિત્ય સાથેની એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ નિર્લોન સિન્થેટિક ફાયબર્સ ઍન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ઉચ્ચ સ્થાન હતી.
શાળાજીવનથી જ તેમણે ક્રિકેટની રમતમાં રસ લેવાનો શરૂ કર્યો હતો. યુનિવર્સિટી ક્રિકેટમાં તેમનો સંગીન દેખાવ જોઈ રણજી ટ્રૉફીમાં તેમને પસંદ કરવામાં આવ્યા હતા. ઈ. ૧૯૭૦-૭૧માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં તેમણે સ્થાન મેળવ્યું હતું અને ટેસ્ટ-કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં જ ટેસ્ટના ૮ દાવમાં બે વખત અણનમ રહી ગાવસ્કરે જ સદી સાથે કુલ ૭૭૪ રન કર્યા હતા અને વિક્રમ સર્જ્યો હતો.
ગાવસ્કર પ્રથમ કક્ષાની ૧૨૫ ટેસ્ટ મેચોમાં રમ્યા હતા. તે દરમિયાન ૩૪ સદી ફટકારી હતી, ચાર બેવડી સદી કરી હતી અને કુલ ૧૦,૧૨૨ રનનો જુમલો કર્યો હતો. વ્યક્તિગત ૨૩૬ રનનો સ્કૉર કરી તેઓ અણનમ રહ્યા હતા. તેમણે ૩૪ સદી અને ૪૫ અર્ધસદી નોંધાવી હતી. ૪૭ વખત તેઓ ભારતીય ટીમના કેપ્ટન રહ્યા હતા. એ ૪૮ મેચોમાંથી ૯માં વિજય� અને ૮માં પરાજ્ય વહોર્યો હતો જ્યારે ૩૦ મેચ અનિર્ણીત રહી હતી. વન ડે ઇન્ટરનેશનલ મેચોની તેમણે રમેલી સંખ્યા ૧૦૮ની હતી. એ મેચોમાં ૧૪ વખત અણનમ રહ્યા હતા. એક સદી ફટકારી હતી અને ૨૭ અર્ધ-સદી ફટકારી હતી. તેમણે કુલ ૩૦૯૨ રન કર્યા હતા. ૨૨ કેચ કર્યા હતા અને એક વિકેટ લીધી હતી.
ઈ. ૧૯૭૧માં વેસ્ટ ઇન્ડિઝ સામેના મેચમાં, ઈ. ૧૯૭૮માં પાકિસ્તાન સામેના અને ઈ. ૧૯૭૮માં વેસ્ટ ઇન્ડિઝ સામેના પ્રત્યેક દાવમાં તેમણે સદી નોંધાવી હતી. જુદાં જુદાં ચાર કલેન્ડર વર્ષમાં ૧,૦૦૦ થી વધુ રન નોંધાવવાની વિગતો આ પ્રમાણે છે :
ઈ. ૧૯૭૬માં ૧૧ ટેસ્ટમાં ૧૦૨૪ રન,ઈ. ૧૯૭૮માં ૯ ટેસ્ટમાં ૧૦૪૪ રન,ઈ. ૧૯૭૯માં ૧૮ ટેસ્ટમાં ૧૫૫૫ રન,અને ઈ. ૧૯૮૩માં ૧૮ ટેસ્ટમાં ૧૩૧૦ રન,ઑપનિંગ બેટ્સમેન તરીકે તેઓ ૧૭ સાથીદારો સાથે રમ્યા હતા અને કુલ ૫૫ સદીની ભાગીદારી નોંધાવી હતી.
ભારત સરકારે તેમને ઈ. ૧૯૭૭માં ‘અર્જુન ઍવૉર્ડ‘થી અને ઈ. ૧૯૭૯માં ‘પદ્મભૂષણ‘ ખિતાબથી સન્માનિત કર્યા હતા. ઈ. ૧૯૮૦માં ‘વિઝડન‘ના પાંચ વિશ્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં તેમનો સમાવેશ થયો હતો.
અંગ્રેજી ભાષામાં તેમણે ચાર પુસ્તકો લખ્યાં છે ‘સની ડેઝ‘, ‘આઈડૉલ્સ‘, ‘રન્સ ઍન્ડ રૂઈન્સ‘ તથા ‘વન-ડે વન્ડર્સ‘. મરાઠી ફિલ્મ ‘પ્રેમાચી સાવલી‘માં ભૂમિકા પણ ભજવી છે. વિદેશી ચેનલ પર ક્રિકેટ-કૉમેન્ટરી પણ તેઓ આપે છે.
તેમનાં પત્નીનું નામ માર્શનીલ છે. તેમને એક પુત્ર છે – રોહન.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site