ઈશ્વર પેટલીકર

http://gujarat-help.blogspot.com

ઈશ્વર પેટલીકર - આગવી જીવનશૈલીથી સમાજની નિષ્‍ઠાપૂર્વક સેવા કરનાર
જો આ જીવન ફરી મળે તો તમે કેવી રીતે જીવવાનું પસંદ કરો ?‘ એવા પ્રશ્નના ઉત્તરમાં ઈશ્વર પેટલીકરે કહેલું, ‘ગીતામાં જેને સ્વધર્મ કહ્યો છે, પોતાની પ્રકૃતિ પ્રમાણેનું કાર્યક્ષેત્ર-જાણ્યેઅજાણ્યે મને પ્રાપ્‍ત થયેલું છે તેમ માનું છું. આથી જીવન ફરી મળે તો બીજું કાર્યક્ષેત્ર પસંદ કરવાનો મારે માટે સવાલ ઊભો થતો નથી.આ કથનમાંથી પેટલીકરની જીવનર્દષ્ટિનો પરિચય સુપેરે થાય છે. નવલકથાકાર, નવલિકાકાર, નિબંધકાર, ચરિત્રનિબંધ-કાર, ચિંતક, સામાજિક કાર્યકર અને પત્રકાર ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકરનો જન્મ ઈ. ૧૯૧૬ના મે માસની નવમી તારીખે પેટલી ગામના લેઉવા પાટીદાર જ્ઞાતિના સુખી કુટુંબમાં થયો હતો. માતાનું નામ જીવાબહેન. અભ્યાસ દરમિયાન જ કાશીબેન સાથે લગ્ન થયું હતું. ઈ. ૧૯૩૫માં મેટ્રિક થયા. વડોદરાની અધ્યાપન શાળામાં તાલીમ લઈ ઉત્તમ પદની પદવી પ્રાપ્‍ત કરી.
ઈ. ૧૯૪૪ સુધી શિક્ષણકાર્ય કર્યું. સાહિત્યકાર્ય તો ચાલુ હતું જ. શ્રેયલક્ષી અભિગમથી સાહિત્યસર્જન કરનાર પેટલીકરમાં શિક્ષક થવા કરતાં લેખક થવાનું વલણ બળવત્તર હતું. શિક્ષક તરીકેના વ્યવસાયને કારણે ઊભી થયેલી અનુકૂળતાએ પટલાઈના પેચઅને ગ્રામચિત્રોલખવા પ્રેર્યા. ઈ. ૧૯૪૪માં પેટલીકરની સર્વપ્રથમ યશદા કૃતિ જન્મટીપલખાઈ. તળપદી શૈલીના આ સાહિત્યસર્જકે નગરજીવનની નવલકથાઓ પણ આપી છે. ચારેક દાયકાની લેખન કારકિર્દીમાં તેમણે ૨૬ નવલકથાઓ, ૫ વાર્તાસંકલનો, રેખાચિત્રોના ૪ સંગ્રહો, ૧૨ લેખસંગ્રહો અને ૧૧ પુસ્તિકાઓ આપી છે. જોકે લોહીની સગાઈ‘, ‘જન્મટીપ‘, ‘ઋણાનુબંધ‘, ‘ભવસાગરવગેરે સાહિત્યકાર તરીકે તેમને પ્રતિષ્‍ઠા અપાવનાર કૃત્તિઓ ગણાવી શકાય.
પેટલીકર માનતા કે જે સાહિત્યમાં ચિંતન ન હોય તે ચિરંતન બનતું નથી.બાવીસ વર્ષની નાની વયે બારમું ખાવાનું બંધ કરી પેટલી જેવા નાના ગામમાં પેટલીકરે સમાજ-સુધારાની પ્રવૃત્તિઓઓ આરંભ કરેલો. સ્ત્રીશિક્ષણ, અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ, કેળવણી, દહેજ વગેરે અનેક પ્રશ્નોની મીમાંસા સત્યશોધક અને સમન્વયવાદી ર્દષ્ટિથી પોતાની કટારોમાં કરતા. આમ શાળાની ચાર દીવાલો છોડીને સમગ્ર સમાજના શિક્ષક થવાનું તેમણે પસંદ કર્યું. પેટલીકરના સ્વભાવમાં સત્તા ન હતી. પક્ષાપક્ષીનું રાજકારણ તેમને રુચતું નહિ.
સ્વભાવે શાંત, મિલનસાર, પરગજુ પેટલીકર સંયમ અને સાદગીથી રહેતા. એક પણ ધર્મમાં માનતા નહિ. ગીતાના જીવનસંદેશને અનુસરતા. અજાતશત્રુ અને કર્તવ્યનિષ્‍ઠ આ પુરુષનું વિનોદ ભટ્ટે આલેખેલું શબ્દચિત્ર નોંધપાત્ર છે : બેઠી દડીનું શરીર, કાળી ઘેરી ભમર, એવી જ કાળી ફ્રેમના ચશ્માં, ચાસ પાડેલા ખેતર જેવું રેખાઓવાળું મોટું કપાળ, મોટા ભાગે ખુલ્લું રહેતું મોં, બાળક જેવા અવાજવાળું, દંતપંક્તિ દર્શાવતું નિર્દોષ હાસ્ય એટલે પેટલીકર. તે ચરોતરના પાટીદાર છે એવું એમની પાસેથી બે ને વધુમાં વધુ પાંચેક વાક્યો સાંભળો એટલામાં તમને ખબર પડી જ જાય !દ્રવ્યપ્રાપ્તિ માટે એમણે ક્યારેય કશો પ્રચંચ કર્યો નથી. મનના મોકળા એટલે જીવનમાં કદી નિરાશા અનુભવી નથી. કુટુંબજીવન શાંત અને સુખી.
ઈ. ૧૯૮૩ના નવેમ્બર માસની એકવીસમી તારીખે હ્રદયરોગથી તેમનું મૃત્યુ થયું. તેઓ રણજિતરામ સુવર્ણચંદ્રકથી વિભૂષિત થયા હતા.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular