હજરત મહંમદ પયગંબરસાહેબ -

http://gujarat-help.blogspot.com

હજરત મહંમદ પયગંબરસાહેબ - ઈસ્લામના પયગંબર
મહંમદસાહેબનો જન્મ મક્કામાં થયો હતો. ઈસુ ખ્રિસ્તની માફક મહંમદસાહેબના બાલ્યકાળ વિષે પણ વધુ માહિતી ઉપલબ્ધ નથી. કહેવાય છે કે મહંમદસાહેબનો ઉછેર પિતાના સાથીઓ અને મિત્રો દ્વારા થયો. મોટા થયા પછી થોડો વખત તેમણે ઘેટાં સંભાળ્યાં. પછીથી ઊંટોની વણજાર સાથે જવાનું ચાલુ કર્યું. ત્યાર બાદ આદિજા નામની એક પૈસાદાર સ્ત્રીને ત્યાં તેમણે કામ કરવાનું શરૂ કર્યું. ખાદિજાની વણજાર તેઓ એકથી બીજે સ્થળે ઘુમાવતા. થોડા સમય બાદ ખાદિજા સાથે તેઓ લગ્નસંબંધથી જોડાયા.
એ દિવસોમાં મક્કામાં ૩૬૫ મૂર્તિઓવાળું એક મંદિર હતું. અહીં પ્રતિદિન એક મૂર્તિની પૂજા કરવામાં આવતી હતી. ચિંતન અને મનન કરવાને લીધે મહંમદસાહેબ માનતા કે અલ્લાહ એક જ છે. તેઓ મૂર્તિપૂજાનો પણ વિરોધ કરતા. ખાદિજા સાથે લગ્ન કર્યા પછી ચિંતન માટે તેમને વધુ સમય મળવા લાગ્યો. તે સમયે તેમને એક દૈવી સંદેશ પ્રાપ્‍ત થયો. એ સંદેશના મુદ્દાઓનો સંગ્રહ ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં કરવામાં આવ્યો છે. ૩૦-૪૦ વર્ષની ઉંમરથી જ તેમણે પયગંબર (ઇશ્વરનો સંદેશો લાવનાર) તરીકે કામ કરવાનું શરૂ કર્યું. મક્કાના અધિકારીઓએ તેમને મક્કામાંથી હાંકી કાઢ્યા. તેઓ મદીનામાં વસ્યા. અહીં તેમને અનેક પ્રમુખ વ્યક્તિઓનો સાથ સાંપડ્યો અને તેમણે ધર્મપ્રચારના કાર્યનો આરંભ કર્યો. આઠ વર્ષ પછી ૧૦,૦૦૦ અનુયાયીઓ સાથે તેમણે મક્કામાં કાબા નામના પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો અને ધર્મસ્થાન તરીકે તેની સ્થાપના કરી.
તેમણે અનેક શાદીઓ કરી હતી અને તેથી તેમને સંતાનો પેદાં થયાં હતાં. ૮મી જૂન, ૬૩૨ના રોજ ૬૨ વર્ષની વયે તેમને જન્‍નત પ્રાપ્‍ત થઈ. તેમને મદિનામાં દફનાવવામાં આવ્યા.
સદા લડતા-ઝઘડતા રહેતા અને ટૂંકી ર્દષ્ટિના દેશવાસીઓમાં આત્મશ્રદ્ધા રેડીને અને તેમને એકસૂત્રે બાંધીને પયગંબરસાહેબે પોતાના ધર્મપ્રચારના જીવનકાર્યનો પાયો ર્દઢમૂલ કર્યો હતો. તેમના અનુયાયી આરબોએ પછી તો માત્ર ૮૦ વર્ષના ટૂંકા ગાળામાં કેવળ અરબસ્તાનમાં જ નહિ પરંતુ ઇરાક, સિરિયા, પશ્ચિમ તુર્કસ્તાન, સિંધ, મિસર અને દક્ષિ‍ણ સ્પેનનાં રાજ્યો લગભગ અરધી દુનિયા સુધી ઇસ્લામ ધર્મની આણ વર્તાવી હતી.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular