http://gujarat-help.blogspot.com
લૂઈ બ્રેઈલ - ચક્ષુહીનોનો તારણહાર
પેરિસથી
પચાસ કિલોમીટર દૂર આવેલા કૂપ્રે નામના ગામમાં ઈ. ૧૮૦૯ના જાન્યુઆરી માસની ચોથી
તારીખે લૂઈનો જન્મ થયો હતો. તેનો પિતા ઘોડાનો સાજ બનાવનાર ગરીબ મોચી હતો. તેનું
નામ સાઇમન. કુટુંબમાં લૂઈ સૌથી નાનો. ત્રણ વર્ષની ઉંમરે પિતાની લોઢાની અણીદાર આર
લઈને તે રમતો હતો ત્યારે અકસ્માત તે આર લૂઈની આંખમાં ભોંકાઈ અને આંખ ફૂટી ગઈ. ચેપ
લાગવાને લીધે તેની બીજી આંખ પણ અંધ બની. આમ ચાર વર્ષની ઉમરે લૂઈ સંપૂર્ણ અંધ
બન્યો.
લાકડીની મદદથી પિતાએ તેને ચાલતાં શીખવ્યું. પછી એ ચપળ બાળક પુલ ઓળંગતો થયો. એક દિવસ તો તે ટેકરી ઓળંગી ગામની બજારમાં આવ્યો. તેના આ પરાક્રમની યાદમાં બજારના તે ચોકને ‘બ્રેઈલ ચોક‘ નામ આપવામાં આવ્યું.
ગામમાં નવા નિમાએલા શિક્ષક એબ પૉલીએ માસૂમ લૂઈના શિક્ષણમાં ઊંડો રસ લીધો. લૂઈને તેણે જગતની સુંદરતા – વિચિત્રતાનો, સામાન્યતા – અસામાન્યતાનો પરિચય કરાવ્યો. વિદ્યાર્થી તરીકે લૂઈ ખૂબ તેજસ્વી હતો. પેરિસમાં વાલેન્તીન હૉર્ય નામની એક વ્યક્તિએ અંધ માટેની એક શાળા ઈ. ૧૭૮૪માં સ્થાપેલી. ૧૦મે વર્ષે લૂઈ તે શાળામાં દાખલ થયો અને તે જ શાળામાં ૧૯મે વર્ષે શિક્ષક બન્યો. ઈ. ૧૮૨૯માં તેણે અંધો માટેની સ્પર્શલિપિ વિકસાવી જે એના નામ પરથી ‘બ્રેઈલ લિપિ‘ તરીકે આજે વિશ્વભરમાં જાણીતી છે. અલબત્ત તે પહેલાં પણ ઉપસાવેલા અક્ષરોની સ્પર્શલિપિ શોધાઈ ચૂકી હતી. બ્રેઈલે વિકસાવેલી સ્પર્શલિપિનો મૂળ શોધક શાર્લ બાર્બિયે નામનો એક ફ્રેન્ચ લશ્કરી અધિકારી હતો. પરંતુ એ લિપિ બાર ટપકાં પર રચાયેલી હોઈ બહુ અટપટી હતી. લૂઈએ માત્ર છ ટપકાં પર સ્પર્શલિપિ વિકસાવી અને પછી જીવનનો શેષ સમય તેણે અંધ બાળકો માટેની પેરિસની શાળામાં જ વિતાવ્યો. શાળનાં મકાનોમાં વ્યાપેલ ભેજને કારણે લૂઈને ક્ષય લાગુ પડ્યો. ૧૨ વર્ષ સુધી તે આ રોગથી પીડાયો. ક્ષયના પ્રથમ હુમલા પર વિજય મેળવનાર લૂઈ બીજા હુમલા પાસે નમી પડ્યો. ઈ. ૧૮૫૨ની ફેબ્રુઆરી માસની ૨૩મીએ ક્ષયને કારણે તેનું અવસાન થયું.
જગતભરના અંધ મનુષ્યોમાં છ ટપકાંવાળી પોતાની લિપિ આદર પામશે એવો લૂઈને તો ખયાલ સરખોયે નહોતો. લૂઈ એક ઉત્તમ કોટિનો સંગીતકાર પણ હતો. આજે ચક્ષુહીન વ્યક્તિઓ છ ટપકાંવાળી આ લિપિની મદદથી ચક્ષુશાળી વ્યક્તિઓ જેવું જ વાંચી લખી શકે છે. બ્રેઇલ લિપિમાં સામયિકો અને દૈનિકો પણ પ્રકાશિત થાય છે.
જગતમાં આજે જ્યાં જ્યાં ચક્ષુહીનતાને કારણે અજ્ઞાનનાં અંધારા હશે ત્યાં ત્યાં છ ટપકાંવાળી વાણી લઈને લૂઈ બ્રેઈલ વિહરી રહ્યો હશે.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site