ટૉલ્સટૉય

http://gujarat-help.blogspot.com

ટૉલ્સટૉય - પ્રસિદ્ધ રૂસી ઉપન્યાસકાર

રશિયાના તુલા પ્રાંતમાં આવેલી યાસ્નાયા પોલિયાનાની જાગીરમાં મહાન પીટરે સ્થાપેલા એક ઉમરાવ કુટુંબમાં કાઉન્ટ નિકોલાસ http://www.gurjari.net/uploaded/gallery/vishva/tolstoy.jpgટૉલ્સટૉય અને પ્રિન્સેસ મેરી વૉલ્કોન્સ્કી નામના દંપતીને ત્યાં ઈ. ૧૮૨૮ના ઑગસ્ટની વીસમીએ લીઓ ટૉલ્સટૉયનો જન્મ થયેલો. બે વર્ષની વયે માતાની અને નવ વરસે પિતાની હૂંફ ગુમાવતાં લીઓ અને ભાંડરડાં દૂરની એક સગી તાત્યાનાને ત્યાં ઊછેરવા લાગ્યાં. તાત્યાના ધર્મિષ્‍ઠ હતી અને અતિથિસત્કાર માટે પંકાયેલી હતી. તેના પ્રેમાળ સ્વભાવને કારણે માતાની ખોટ સારી પેઠે પુરાઈ.
લીઓ ભણવામાં તદ્દન ઠોઠ હતો. તેના શિક્ષકો કહેતા, ‘લીઓને ભણવા માટેની ઇચ્છા કે શક્તિ કંઈ જ નથી.પરંતુ શિક્ષકોને દેખાતો અભાવ લીઓમાં નાનપણથી જ જુદે માર્ગે વળી ગયેલો. તરુણાવસ્થાથી જ લીઓ તત્વજ્ઞાન ભણી વળ્યો અને એણે એવો સાર તારવ્યો કે જેમાં સંપૂર્ણ શ્રદ્ધા મૂકી શકાય એવું કશું છે જ નહિ.ત્યારે તેની ઉમર ૧૯ વર્ષની. જગતમાં સર્વ કાંઈ નિઃસાર છે એવી માન્યતાથી બેચેન ટૉલ્સટૉયને કઝાનની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા બાદ ફ્રેન્ચ લેખક રૂસોની કૃતિઓ હાથમાં આવી. એ કૃતિઓના વાચને એને મુગ્ધ બનાવી દીધો. એના વિચારોથી પ્રભાવિત થઈ તેણે પોતાની પ્રથમ નવલકથા એક રશિયન જમીનદારલખી.
યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષા ન આપી શકનાર લીઓ નિઃસારતાના બોજાથી દબાઈ કુછંદે ચડ્યો. જુગારનું દેવું ન ચૂકવી શકતાં તે કૉકેસસ નાસી ગયો અને લશ્કરમાં જોડાયો. ત્રેવીસ વર્ષનો જુવાન લીઓ ગળાડૂબ વિલાસમાં મસ્ત બન્યો. સાથોસાથ સાહિત્યકૃતિઓ પણ બહાર પાડતો રહ્યો. આત્મકથાનાત્મક કૃતિઓ બાળપણ‘, ‘કુમારવયઅને યુવાની બહાર પડી. ઈ. ૧૮૫૩માં રશિયા અને તુર્કી વચ્ચે થયેલ ક્રીમિયન યુદ્ધને તેણે વાસ્તવિક રીતે નિહાળ્યું. પછી તો ખુદ યુદ્ધની સામે વિશ્વવ્યાપી યુદ્ધ જગાવવાનો સંકલ્પ કર્યો. ઈ. ૧૮૫૬માં સૈનિક તથા લેખક તરીકે તે વિખ્યાત થયેલો. પીટર્સબર્ગ (લેનિનગ્રાદ) આવી અગ્રગણ્ય સાહિત્યકારોનો સંસર્ગ સાધ્યો પણ બહુ ફાવ્યું નહિ. આ ગાળામાં તેની માનસિક સ્થિતિ બહુ વિષમ હતી. આપઘાત કરવાનો વિચાર તે કરવા લાગ્યો. તેવામાં ઈ. ૧૮૬૨માં ૩૨ વર્ષની વયે ૧૮ વર્ષની સોફિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયો. ટૉલ્સટૉયની સઘળી માનસિક અશાંતિ દામ્પત્યસુખમાં ડૂબી ગઈ.
ટૉલ્સટૉયની બે મહાન કૃતિઓ જંગો અમન‘ (વૉર ઍન્ડ પીસ) તથા આના કોરેનિનાઆ સુખી ગાળા દરમિયાન જ લખાયેલી. આ બે નવલકથાઓ દ્વારા જગતસાહિત્યને તેણે પોતાના ઉત્તમાંશનું પ્રદાન કર્યું છે એમ કહી શકાય. પછી તેને સાહિત્યસર્જન પ્રત્યે વૈરાગ્ય આવ્યો. હવે તેને સત્યના સંદેશવાહક બનવાનું મન થયું. પરિવાર ન ઇચ્છતો હોવા છતાં પણ તે પયગંબર સમ બન્યો. પોતાની છેલ્લી નવલકથા પુનરુત્થાન‘ (રીસેરેકશન) આ અરસામાં લખાયેલી. જિંદગીની છેલ્લા દાયકામાં એણે જે સામાજિક, રાજકીય અને નૈતિક આદર્શોનો પ્રચાર કરવા માંડેલો તે આ જગતમાં વ્યવહારુ બનવાની ઘણી ઓછી ક્ષમતા ધરાવે છે. સર્વનો ત્યાગ કરનાર લીઓ ઈ. ૧૯૧૦ના ઑક્ટોબરની ૨૮મીએ પ્રભાતના પાંચ વાગ્યે ઘર છોડી બહાર નીકળી પડ્યો. ૮૨ વર્ષનો એ વૃદ્ધ એક સ્થળેથી બીજે સ્થળે ભટકતો રહ્યો. ત્યારપછી થોડા જ દિવસોમાં એટલે કે નવેમ્બરની ૨૦મી, ઈ. ૧૯૧૦ના રોજ નાની બીમાર બાદ એક રેલવેસ્ટેશન પર તેણે પોતાનો દેહ છોડ્યો. પત્નીને લખેલા પત્રની છેલ્લી પંક્તિઓ હતી :
આજસુધી તમે મારા માટે જે કાંઈ કર્યું છે તેનું સ્મરણ મને સદૈવ રહેશે. પ્રિય સોફિયા, છેલ્લી સલામ.
-
લીઓ ટૉલ્સટૉય

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular