http://gujarat-help.blogspot.com
બ્રિટિશ રાજ્યના પાયા હિન્દમાં સુર્દઢ બનાવનાર મુર્શિદાબાદના
નગરશેઠ અમીચંદને તેની કામગીરી બદલ ત્રીસ લાખ રૂપિયા આપવાના હતા તે રૉબર્ટ ક્લાઈવે
ન આપ્યા. પરિણામે અમીચંદ પાગલ બન્યો. તેમનો પુત્ર ફત્તેહચંદ કાશીમાં પોતાના
સસરાને ત્યાં રહ્યો. સસરો એક પુત્રીનો પિતા હોવાથી ફત્તેહચંદ સસરાની મિલકતનો
વારસદાર બન્યો. તેના પુત્ર હરખચંદનો પુત્ર ગોપાલદાસ કવિ હતો. કુલ ૨૭ ગ્રંથો રચી તે
પ્રખ્યાત બન્યો હતો. આ ગોપાલદાસને ત્યાં ઈ. ૧૮૫૦ના સપ્ટેમ્બર માસની નવમી તારીખે
એક પુત્ર જન્મ્યો. નામ તેનું રાખ્યું હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્રને નવ વર્ષ પણ પૂરાં
નહોતાં થયાં ત્યાં ગોપાલદાસ માત્ર ૨૭ વર્ષની વયે દેવલોક પામ્યો.
માતા તો પાંચ વર્ષની વયે જ વિદાય થઈ હતી. આથી હરિશ્ચંદ્ર અને નાના ભાઈ ગુલાબચંદ્રનો ઉછેર ઘરના વિશ્વાસુ નોકર ગંગૂના હાથ નીચે થયો. કુટુંબ પહેલેથી જ ધનાઢ્ય હતું એટલે નિર્વાહ માટે કશી ફિકર નહોતી. હરિશ્ચંદ્રની પ્રકૃતિ પહેલેથી જ સ્વતંત્ર અને તોફાની. ગલીઓની દીવાલો પર ફૉસ્ફરસનાં ચિત્રો દોરી રાહદારીઓને બિવડાવવાનો તેમને અજબ શોખ હતો. કૉલેજમાં ચૌદ વર્ષની વયે દાખલ થયા હતા પણ સ્વચ્છંદ પ્રકૃતિને કારણે ક્યારેક જાય તો ક્યારેક ન જાય. ચૌદ વર્ષની વયે જ હરિશ્ચંદ્રનાં લગ્ન થયાં હતાં.
પછી એ હિન્દુસ્તાનના પ્રવાસે નીકળ્યા. આ પ્રવાસે જ તેમના માનસમાં ઉત્પાત મચાવી મૂક્યો. ગુજરાતમાં ત્યારે ‘દાંડીઆ‘ ધારી નર્મદે ગુજરાતીને અસ્મિતા અપાવવા ઝંડો રોપ્યો હતો. બંગાળમાં વિદ્યાસાગર અને બંકિમબાબુએ ભાષાને નવા અંકુર ફૂટાવ્યા હતા. વિષ્ણુ કૃષ્ણ ચિપળૂણકર મરાઠીને જોરશોરથી જગાડી રહ્યા હતા. હરિશ્ચંદ્રે આ બધું નજરોનજર જોયું. તે વખતે ભાષાની ર્દષ્ટિએ ઉત્તર ભારત ખાસ્સી ઊંઘ લઈ રહ્યું હતું. તેમણે તરત જ ઘરગથ્થુ ભાષામાં લખવું શરૂ કર્યું. ‘કવિવચન સુધા‘ નામનું માસિક કાઢ્યું. તન, મન અને તેથીયે વધુ ધન તેની પાછળ તે ખર્ચવા લાગ્યા. હરિશ્ચંદ્રના એટલા ઉત્સાહ તથા ઊહાપોહને લીધે જનતા તેમને અનુસરતી ગઈ. નજતાનો આદર મળતાં હરિશ્ચંદ્રે અનેક પત્રો કાઢ્યાં. પછી તો એટલા લેખકો ઊગી નીકળ્યા કે ‘હિંદી સાહિત્ય‘નું સ્વપ્ન તેમણે સાર્થક બનાવ્યું. આવી અથાક મહેનત અને અપ્રમેય સખીદિલી વાપરનાર બાબુ હરિશ્ચંદ્રને ઋણી પ્રજા ‘ભારતેન્દુ‘નો ઇલકાબ આપે તેમાં નવાઈ નથી.
સ્ત્રીશિક્ષણના તેઓ જબરા હિમાયતી હતા. મુંબઇ, મદ્રાસ કે બંગાળ કોઈ પણ પ્રાંતમાં પરીક્ષા પસાર કરનાર સ્ત્રીને તેઓ પોતા તરફથી બનારસની સાડી ભેટ મોકલતા. પ્રવાસ દરમિયાન બંગાળી, તમિળ તથા તેલુગુ ભાષા તેમણે શીખી લીધી હતી. હદ ઉપરાંત ધન ઉડાવતા રહેવાથી પાછલી અવસ્થામાં તેઓ નાણાંની બહુ તંગીમાં આવી પડ્યા હતા.
બાબુજીનું મિત્રમંડળ બહુ જબરું હતું, જેમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, રાજેન્દ્રલાલ મિત્ર, બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય, ગણેશ વાસુદેવ જોષી વગેરેનો સમાવેશ થયો હતો.
ઈ. ૧૮૮૫નું વર્ષ બેસતાં જ તેમની તબિયત લથડવા માંડી. જાન્યુઆરીની છઠ્ઠી તારીખે માત્ર પાંત્રીસ વર્ષની વયે વિદાય લેતાં એ ‘ભારતેન્દુ‘ હરિશ્ચંદ્રનો પણ અસ્ત થઈ ચૂક્યો.
ભારતેન્દુ હરિશ્ચન્દ્ર - હિન્દી
ભાષાનું ગૌરવ વધારી તેને વિકસાવનાર અગ્રચારી
બ્રિટિશ રાજ્યના પાયા હિન્દમાં સુર્દઢ બનાવનાર મુર્શિદાબાદના
નગરશેઠ અમીચંદને તેની કામગીરી બદલ ત્રીસ લાખ રૂપિયા આપવાના હતા તે રૉબર્ટ ક્લાઈવે
ન આપ્યા. પરિણામે અમીચંદ પાગલ બન્યો. તેમનો પુત્ર ફત્તેહચંદ કાશીમાં પોતાના
સસરાને ત્યાં રહ્યો. સસરો એક પુત્રીનો પિતા હોવાથી ફત્તેહચંદ સસરાની મિલકતનો
વારસદાર બન્યો. તેના પુત્ર હરખચંદનો પુત્ર ગોપાલદાસ કવિ હતો. કુલ ૨૭ ગ્રંથો રચી તે
પ્રખ્યાત બન્યો હતો. આ ગોપાલદાસને ત્યાં ઈ. ૧૮૫૦ના સપ્ટેમ્બર માસની નવમી તારીખે
એક પુત્ર જન્મ્યો. નામ તેનું રાખ્યું હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્રને નવ વર્ષ પણ પૂરાં
નહોતાં થયાં ત્યાં ગોપાલદાસ માત્ર ૨૭ વર્ષની વયે દેવલોક પામ્યો.માતા તો પાંચ વર્ષની વયે જ વિદાય થઈ હતી. આથી હરિશ્ચંદ્ર અને નાના ભાઈ ગુલાબચંદ્રનો ઉછેર ઘરના વિશ્વાસુ નોકર ગંગૂના હાથ નીચે થયો. કુટુંબ પહેલેથી જ ધનાઢ્ય હતું એટલે નિર્વાહ માટે કશી ફિકર નહોતી. હરિશ્ચંદ્રની પ્રકૃતિ પહેલેથી જ સ્વતંત્ર અને તોફાની. ગલીઓની દીવાલો પર ફૉસ્ફરસનાં ચિત્રો દોરી રાહદારીઓને બિવડાવવાનો તેમને અજબ શોખ હતો. કૉલેજમાં ચૌદ વર્ષની વયે દાખલ થયા હતા પણ સ્વચ્છંદ પ્રકૃતિને કારણે ક્યારેક જાય તો ક્યારેક ન જાય. ચૌદ વર્ષની વયે જ હરિશ્ચંદ્રનાં લગ્ન થયાં હતાં.
પછી એ હિન્દુસ્તાનના પ્રવાસે નીકળ્યા. આ પ્રવાસે જ તેમના માનસમાં ઉત્પાત મચાવી મૂક્યો. ગુજરાતમાં ત્યારે ‘દાંડીઆ‘ ધારી નર્મદે ગુજરાતીને અસ્મિતા અપાવવા ઝંડો રોપ્યો હતો. બંગાળમાં વિદ્યાસાગર અને બંકિમબાબુએ ભાષાને નવા અંકુર ફૂટાવ્યા હતા. વિષ્ણુ કૃષ્ણ ચિપળૂણકર મરાઠીને જોરશોરથી જગાડી રહ્યા હતા. હરિશ્ચંદ્રે આ બધું નજરોનજર જોયું. તે વખતે ભાષાની ર્દષ્ટિએ ઉત્તર ભારત ખાસ્સી ઊંઘ લઈ રહ્યું હતું. તેમણે તરત જ ઘરગથ્થુ ભાષામાં લખવું શરૂ કર્યું. ‘કવિવચન સુધા‘ નામનું માસિક કાઢ્યું. તન, મન અને તેથીયે વધુ ધન તેની પાછળ તે ખર્ચવા લાગ્યા. હરિશ્ચંદ્રના એટલા ઉત્સાહ તથા ઊહાપોહને લીધે જનતા તેમને અનુસરતી ગઈ. નજતાનો આદર મળતાં હરિશ્ચંદ્રે અનેક પત્રો કાઢ્યાં. પછી તો એટલા લેખકો ઊગી નીકળ્યા કે ‘હિંદી સાહિત્ય‘નું સ્વપ્ન તેમણે સાર્થક બનાવ્યું. આવી અથાક મહેનત અને અપ્રમેય સખીદિલી વાપરનાર બાબુ હરિશ્ચંદ્રને ઋણી પ્રજા ‘ભારતેન્દુ‘નો ઇલકાબ આપે તેમાં નવાઈ નથી.
સ્ત્રીશિક્ષણના તેઓ જબરા હિમાયતી હતા. મુંબઇ, મદ્રાસ કે બંગાળ કોઈ પણ પ્રાંતમાં પરીક્ષા પસાર કરનાર સ્ત્રીને તેઓ પોતા તરફથી બનારસની સાડી ભેટ મોકલતા. પ્રવાસ દરમિયાન બંગાળી, તમિળ તથા તેલુગુ ભાષા તેમણે શીખી લીધી હતી. હદ ઉપરાંત ધન ઉડાવતા રહેવાથી પાછલી અવસ્થામાં તેઓ નાણાંની બહુ તંગીમાં આવી પડ્યા હતા.
બાબુજીનું મિત્રમંડળ બહુ જબરું હતું, જેમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, રાજેન્દ્રલાલ મિત્ર, બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય, ગણેશ વાસુદેવ જોષી વગેરેનો સમાવેશ થયો હતો.
ઈ. ૧૮૮૫નું વર્ષ બેસતાં જ તેમની તબિયત લથડવા માંડી. જાન્યુઆરીની છઠ્ઠી તારીખે માત્ર પાંત્રીસ વર્ષની વયે વિદાય લેતાં એ ‘ભારતેન્દુ‘ હરિશ્ચંદ્રનો પણ અસ્ત થઈ ચૂક્યો.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site