http://gujarat-help.blogspot.com/
સ્ટેફી ગ્રાફ

સ્ટેફીનો જન્મ જર્મનીમાં બ્રુહ મુકામે ઈ. ૧૯૬૯ના જૂન માસની ૧૪મી તારીખે થયો હતો. પિતાનું નામ પીટર અને માતાનું નામ હેઈડી. માતા–પિતા બન્નેને ટેનિસની રમતનો શોખ. આમ સ્ટેફીને ટેનિસ પ્રત્યેનું મમત્વ માતાપિતા તરફથી વારસારૂપે મળ્યું હતું.
૧.૭૨ મીટર જેટલી ઊંચાઈ ધરાવતી સ્ટેફી ફ્લૉરિડા ખાતે આવેલ ગ્લેનેગલ્સ ક્લબમાં ટેનિસની તાલીમ મેળવવા જોડાઈ હતી. ટેનિસની તાલીમ માટે ફ્લૉરિડા એ કાશી સમાન ગણાય છે. ઈ. ૧૯૮૨થી સ્ટેફી ધંધાદારી ખેલાડી તરીકે ટેનિસની સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગી.
તેમણે સૌપ્રથમ ‘ફ્રેન્ચ ઑપન ટેનિસ ટાઇટલ‘ ઈ. ૧૯૮૭માં જીત્યું હતું. પરિસના રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમ ખાતે આ ટુર્નામેન્ટ રમાઈ હતી. આમ પોતાની ટેનિસ કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ તેમણે આ ટુર્નામેન્ટમાં જીત્યું હતું.
વિશ્વની ચાર મુખ્ય ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ-ફ્રેન્ચ ઑપન ટેનિસ ટુર્નામેન્ટ, વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ, ઑસ્ટ્રેલિયન ઑપન ટેનિસ ટુર્નામેન્ટ તથા યુનાઇટેડ સ્ટેટ્સ ઑપન ટેનિસ ટુર્નામેન્ટમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે ૧૫ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યાં હતાં. તદુપરાંત અન્ય ૬૯ ટેનિસ ટાઈટલ્સો પણ તેમણે પ્રાપ્ત કર્યાં હતાં.
ઈ. ૧૯૮૭ના ઑગસ્ટ માસની ૧૭મી તારીખે તેમણે મહિલા ખેલાડીઓમાં પ્રથમ વિશ્વક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સતત ૧૮૬ અઠવાડિયાં સુધી એટલે કે ઈ. ૧૯૯૧ના માર્ચની દસમી તારીખ તેમણે આ ક્રમ જાળવી રાખી વિક્રમ સર્જ્યો હતો.
ઈ. ૧૯૯૩ના એપ્રિલ માસમાં સ્ટેફી એક મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં હમ્બર્ગ ખાતે એક મેચ રમી રહી હતી. તે વખતે તેના એક ચાહકે તેની હરીફ મોનિકા સેલેસ પર ઘાતક હુમલો કર્યો. આથી મોનિકાને રમત છોડવી પડ હતી. ટેનિસના મેદાન પરથી આમ મોનિકા સેલેસ દૂર થતાં તેણે એક નંબરનો ક્રમ ગુમાવ્યો હતો.
સ્ટેફી ગ્રાફને ફૂટબૉલની રમત ખૂબ જ પ્રિય તેમના અન્ય શોખમાં વાંચન, ચિત્રકલા, સંગીત અને ફોટોગ્રાફીને ગણાવી શકાય.
ઈ. ૧૯૯૧માં ફ્રેન્ચ ઑપન ફાઈનલમાં સ્પેનની સાન્ચેઝ વિકારિયો સામે તેમને હાર ખાવી પડી હતી. ફરીથી ઈ. ૧૯૯૪માં યુ.એસ. ઑપન ટુર્નામેન્ટની ફાઈનલમાં પણ વિકારિયો સામે તેમણે હાર ખાવી પડી હતી.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site