ઇન્દિરા ગાંધી

http://gujarat-help.blogspot.com/

ભારતનાં પ્રથમ મહિલા-પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી
http://www.gurjari.net/uploaded/gallery/vishva/indira.jpgભારતનાં પ્રથમ મહિલા-પ્રધાનમંત્રી
ઈ. ૧૯૧૭ના નવેમ્બરની ૧૯મી તારીખે એમનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. ઇન્દિરા પ્રિયદર્શિની એ તેમનું પૂરું નામ. પિતા જવાહરલાલ અને પિતામહ મોતીલાલ નહેરુ બંને દેશસેવાના રંગે રંગાયેલા હતા. માતા માંદગીના બિછાને હતાં તેથી ઈન્દિરાનું બાળપણ માતા- પિતાની છાયામાં વીતવું જોઈએ તેથી કંઈક જુદી રીતે વીતેલું. એમનો અભ્યાસ પણ ઘરથી દુર શાંતિનિકેતનસ્વિટ્ઝર્લેન્ડ અને ઑક્સફર્ડમાંથયેલો. બાર વર્ષની વયે અસહકારની લડતમાં તેમણે વાનરસેનાનું નેતૃત્વ સંભાળ્યું. ઈ. ૧૯૪૨માં ફિરોઝ ગાંધી સાથે એમનું લગ્ન થયું. એ જ વર્ષે ભારત છોડોની ચળવળ ઊપડતાં ઇન્દિરાએ જેલવાસ ભોગવ્યો. બચપણથી જ તેમને ગાંધીજીનો સ્નેહ સાંપડ્યો હતો.
ઈ. ૧૯૬૬માં લાલબહાદૂર શાસ્ત્રીના અચાનક અવસાનથી ઇન્દિરા પર ભારતના વડાપ્રધાનનો બોજો આવ્યો. લગભગ ૨૦ વર્ષ તેમણે આ સ્થાન સંભાળ્યું. ભારત જેવા વિશાળ અને વિભિન્ન સંસ્કૃતિભાષા અને રીત-રિવાજ ધરાવતા દેશમાં પ્રધાનમંત્રીનું પદ સંભાળવું એ અનેક રીતે કસોટી કરે એવું ગણાય. ઈ. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન(બાંગ્લાદેશ)ની પ્રજા પર વરસતા અત્યાચારોમાંથી તેને મુક્ત કરવા યુદ્ધ નોતર્યું અને વિજય પ્રાપ્‍ત કર્યો. આ વિજય બદલ તેમને ભારતરત્નના ખિતાબથી નવાજવામાં આવ્યાં હતાં.
ઈ. ૧૯૭૫માં જ્યારે ઈન્દિરાએ ભારતમાં કટોકટી લાદી ત્યારે દેશની પ્રજા તેમના આ વર્તનથી ખૂબ નાખુશ થઈ હતી. પરિણામતઃ ઈ. ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીમાં ઇન્દિરા સહિત કૉંગ્રેસના લગભગ બધા નેતાને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ જનતા પક્ષે બનાવેલી સરકાર સફળ કામગીરી કરી ન શકી અને ઈ. ૧૯૮૦માં ભારે બહુમતીથી ઈન્દિરા ફરી ચૂંટણી જીતી ગયાં. પોતાની જાતમાં ઇન્દિરાને એટલો ર્દઢ વિશ્વાસ હતો કે તેમને તેમના નિર્ણયોમાંથી ચળાવવાં લગભગ અશક્ય હતું.
જ્યારે જવાહરલાલ દેશના વડાપ્રધાન હતા ત્યારે તે પિતા સાથે જ ફરતાં અને તમામ વ્યવસ્થા પોતાના હાથમાં રાખતાં. નેહરુના સાથમાં ઈન્દિરાએ વિશ્વભરમાં પ્રવાસ કર્યો હતો. આમ અજાણતાં જ જાણે કે તે પ્રધાનમંત્રીના હોદ્દા માટેની તાલીમ મેળવી રહ્યાં હતાં. પંજાબમાં આતંકવાદ ખૂબ ફાલી રહ્યો હતો. પરિસ્થિતિ પ્રતિદિન વણસતી જતી હતી. આથી લશ્કરનો ઉપયોગ કરી ઈ. ૧૯૮૧ના જૂનની ત્રીજી તારીખે ઈન્દિરાએ અમૃતસરના સ્વર્ણમંદિરને આતંકવાદીઓથી મુક્ત કરાવ્યું. આ કાર્યવાહીથી શીખોનો એક વર્ગ નારાજ થયો. ઈ. ૧૯૮૪ના ઑક્ટોબરની ૩૧મી તારીખે સવારના પહોરમાં જ સુરક્ષા કર્મચારીઓમાંના બે શીખ કર્મચારીઓએ મશીનગન ચલાવી ઈન્દિરાને ગોળીથી વીંધી નાખ્યાં. પોતાની હત્યાને આગલે દિવસે જ ઓરિસાની એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું, ‘મારા લોહીનું એકએક બુંદ દેશના કામમાં આવશે.વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં ટોચના સ્થાન પર મહિલાઓએ કામગીરી બજાવી છે. એ કામગીરીમાં ઇન્દિરા ગાંધી પ્રથમ સ્થાને આવે એમ છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular