ગુજરાતમાં આયાત-નિકાસ


 http://gujarat-help.blogspot.com/

ગુજરાતમાં આયાત-નિકાસ

ગુજરાત ૨૬ દેશોમાંથી ચીજવસ્‍તુઓની આયાત અને ૨૧ દેશોમાં ચીજવસ્‍તુઓની નિકાસ કરે છે.
કોલસા, કૉક, ખાતર, અનાજ, ખાતરની કાચી સામગ્રી, પેટ્રોલિયમ પેદાશો, કાગળનો માવો, લોખંડનો ભંગાર વગેરેની આયાત થાય છે.
જાપાન, મલેશિયા, ઇરાની અખાતના દેશો, સિંગાપોર, થાઇલૅન્‍ડ, ઇરાન, બહેરીન, બેલ્જિયમ, ફ્રાન્‍સ, હોલેન્‍ડ, ઇટાલી, પોર્ટુગલ, જર્મની, પોલૅન્‍ડ, રુમાનિયા, ડેનમાર્ક, સોવિયત રશિયા, યુ.એસ.એ., પનામા, કૅનેડા, પૂર્વ આફ્રિકા અને મોરક્કોમાંથી ગુજરાત ચીજવસ્‍તુઓની આયાત કરે છે.
ઘી, રૂ, તેલીબિયાં, અનાજ, રસાયણો, સિમેન્‍ટ, ખોળ, બૅન્‍ટોનાઇટ, ચૉક, બૉકસાઇટ, ચૂનાના પથ્‍થરો વગેરેની નિકાસ થાય છે.
બાંગ્‍લાદેશ, ઇંડોનેશિયા, કોરિયા, હૉંગકૉંગ, હંગેરી, મલેશિયા, શ્રીલંકા, તાઇવાન, ચેકોસ્‍લોવાકિયા, ઇજિપ્‍ત, જાપાન, ઇરાની અખાતના દેશો, સિંગાપોર, થાઇલૅન્‍ડ, ઇરાન, ઇરાક, બેલ્જિયમ, જર્મની, રુમાનિયા, સોવિયત રશિયા, કૅનેડા, ઑસ્‍ટ્રેલિયા વગેરે દેશોમાં ગુજરાત ચીજવસ્‍તુઓની નિકાસ કરે છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular