સચ્ચિદાનંદ વાત્સ્યાયન

http://gujarat-help.blogspot.com


સચ્ચિદાનંદ વાત્સ્યાયન – ‘અજ્ઞેયજી‘ - દેશવિદેશમાં સુપ્રતિષ્ઠિત મનીષી સાહિત્યકાર
સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયનનો જન્મ ઈ. ૧૯૧૧ના માર્ચની સાતમી તારીખે ઉત્તર પ્રદેશની કોઈ પ્રાચીન નગરીના ઉત્ખનની શિબિરમાં થયો હતો. એમનું બાળપણ લખનૌ, કાશ્મીર, બિહાર અને મદ્રાસમાં વીતેલું. તેમણે સંસ્કૃત, ફારસી અને અંગ્રજી ભાષાનું શિક્ષણ પ્રાપ્‍ત કરેલું. ઈ. ૧૯૨૯માં લાહોરમાંથી બી. એસસી.ની ઉપાધિ મેળવી. આ દિવસોમાં ભગતસિંહનો પ્રભાવ વિદ્યાર્થીઓ પર ખૂબ હતો. એ પ્રભાવ તળે ક્રાન્તિકારી પ્રવૃત્તિમાં સક્રિય બની એમણે બૉંબ બનાવવામાં રસ લેવા માંડ્યો. આથી તેમની ધરપકડ કરવામાં આવી. જેલ- નિવાસ દરમિયાન એમનું સર્જક રૂપ પ્રગટ થવા માંડ્યું. એમની અનેક વાર્તાઓ અને સુંદર નવલકથાઓનું મૂળ એ જેલનિવાસ છે. એ પ્રકાશન સાથે જ એમને અજ્ઞેયજેવું ઉપનામ મળ્યું. તેમણે સૈનિક, આરતી, વિશાળ ભારત, પ્રતીક, દિનમાન, નયા પ્રતીક, નવભારત ટાઇમ્સ જેવાં સામયિકોનું સંપાદન કર્યું હતું. તેમણે યુરોપ-અમેરિકાનો પ્રવાસ પણ કર્યો હતો.
અજ્ઞેયજી કહે છે કે, ‘મૈં શાયદ કાયમી પ્રવાસી હું.તેઓ પ્રવાસના ખૂબ શોખીન હતા. એમનો જીવ રખડુ હતો. પ્રકૃતિની નિરામય શોભાનું એમને સતત આકર્ષણ હતું. એમનું ગદ્ય પણ કવિતાની સુવાસ લઈને આવે છે. એમની કવિતા છાયાવાદને પ્રભાવે પ્રગટી, રવીન્દ્રનાથના પ્રભાવે પાંગરી અને ક્રમશઃ આધુનિકતાના સંસ્પર્શે પોતાની નિજી મુદ્રાને વ્યક્ત કરતી ગઈ. તેઓ પ્રયોગવાદી હોવા છતાંય એમનું આંતરદર્શન ભારતીય પરંપરાનું દ્યોતક હતું.
અજ્ઞેયજીના લગભગ તેર જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. સાત વાર્તાસંગ્રહો બહાર પડ્યા છે. સંપાદિત કવિતા ચાર ભાગમાં પ્રકાશિત થઈ છે. આ પ્રકાશનમાં એમની કાવ્યપ્રીતિ અને કાવ્યસૂઝનાં દર્શન થાય છે. અજ્ઞેયજીની સાહિત્યકાર તરીકેની પ્રતિભા બહુમુખી હતી. કવિતા, નવલકથા, વાર્તા, નિબંધ, વિવેચન નિબંધ, ભ્રમણવર્ણન અને સંપાદનક્ષેત્રે એમણે યોગદાન કર્યું હતું.
મૈં અકેલાપન ચૂનતા નહીં હૂં, કેવલ સ્વીકારતા હૂંએવું સમાધાન કેળવીને પોતાની જીવનયાત્રાને સમૃદ્ધ કરનાર, દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ મનીષી સાહિત્યકાર, વિશ્વસાહિત્યના જ્ઞાતા, પોતાની નાગરિકતાને કર્તવ્ય માનનાર, મૃત્યુના ગીત દ્વારા જીવનનું સ્તવન કરનાર, પોતે કવિ હતા તે બાબતને પરમ સૌભાગ્ય માનનાર અજ્ઞેયજીભારતના એક મોટા ગજાના કવિ હતા.
ઈ. ૧૯૮૩માં યુગોસ્લાવિયામાં કાવ્યપઠનના એક આંતરરાષ્‍ટ્રીય વાર્ષિ‍ક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ સંમેલનમાં ૩૦૦થી વધુ કવિઓએ કાવ્યપઠન કર્યું હતું. પૂર્ણાહુતિને સમયે એમાંના ઉત્તમ કવિ માટેનું ગોલ્ડન રેથતરીકે ઓળખાતું પ્રતિષ્‍ઠાભર્યું પારિતોષિક અજ્ઞેયજીને અપાયાની જાહેરાત થઈ હતી.
ઈ. ૧૯૯૦માં એમનું દેહાવસાન થયું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular