વિજય અમૃતરાજ



વિજય અમૃતરાજ - ભારતીય ખ્યાતનામ ટેનિસ ખેલાડી
http://www.gurjari.net/uploaded/gallery/vishva/vijay-amrutraj.jpgવિજય અમૃતરાજનો જન્મ મદ્રાસ (ચેન્નાઈ) ખાતે ઈ. ૧૯૫૩ના ડિસેમ્બર માસની ૧૪મી તારીખે થયો હતો.
છેલ્લાં ઘણાં વર્ષોથી ટેનિસ ક્ષેત્રે યોજાતી જુદી જુદી સ્પર્ધાઓમાં વિજય અમૃતરાજે ભારતને માનભર્યું સ્થાન અપાવ્યું છે.વ્યક્તિગત રીતે પણ તેઓ ટેનિસમાં રાષ્ટ્રિય વિજેતા બન્યા છે. ઈ. ૧૯૮૧માં ટેનિસ રમતમાં તેમનો વિશ્વક્રમ (વર્લ્ડ રેન્કના) ૨૧મો હતો. ઈ. ૧૯૮૮માં રમેશ કૃષ્‍ણનનો વિશ્વક્રમ ૨૦મો આવ્યો હતો. તે સિવાય કોઈ ભારતીય ટેનિસ ખેલાડી વિજયના ક્રમને આંબી શક્યો નથી.
ઑસ્‍ટ્રેલિયાના તાલીમબાજ રૉય એમરસન પાસે તેમણે તાલીમ લીધી છે. પરિણામે ક્યારેક વિશ્વના સર્વોચ્ચ ખેલાડી સામે પણ વિજય વિજયી બન્યા છે. આ ગણતરીઓ જોતાં વિજય અમૃતરાજની ગણના ભારતના શ્રેષ્‍ઠ ખેલાડીઓમાં કરવામાં આવે છે. ઈ. ૧૯૮૧માં કેનેડાના મોન્ટ્રિયલ નગરમાં રમાયેલ ટેનિસમાં તેમણે તે સમયના વિશ્વના સર્વોચ્ચ ટેનિસ ખેલાડી જ્હૉન મેકેન્‍રોને હાર આપી હતી. એ જ વર્ષે રમાયેલ વિમ્બલ્ડન સ્પર્ધામાં પ્રારંભમાં ગણનાપાત્ર વિજય પ્રાપ્‍ત કર્યા બાદ અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ વર્ષે યુનાઈટેડ સ્ટેઈટ્સ ઑપન ચેમ્પિ‍યનશિપમાં ત્રીજા રાઊંડ સુધી પહોંચી સેલીસબરી ફાઇનલ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ ફાઇનલ્સ રમતી વખતે વિજય અમૃતરાજે ડીબ્સ, સોલોમન અને ઓરેન્ટસ જેવા પ્રખ્યાત ખેલાડીઓ પર જીત મેળવી હતી. એ જ વર્ષે યુનાઈટેડ સ્ટેટ્સના કોલમ્બરસમાં રમાયેલ ટેનિસ ડબલ્સમાં વિજય અને તેમના નાના ભાઈ આનંદે સાથે મળી તત્કાલીન વિશ્વશ્રેષ્‍ઠ ગણાતી બૉબ લોટ્ઝ અને સ્ટેન સ્મિથની જોડીને પરાજિત કરી હતી.
વિજ્ય અમૃતરાજે વિશ્વના શ્રેષ્‍ઠ ખેલાડીઓ સાથે રમીને તે સૌને ક્યારેક હરાવ્યા છે. ઉદાહરણાર્થે દુનિયાના ઉચ્ચ ટેનિસ ખેલાડી ગણાતા જૉન ન્યુકૉમ્બ, યાનિકનોઆ અને સ્ટેન સ્મિથને અકેક મેચમાં શિકસ્ત આપી છે. ઈઆન લેન્ડલને બે મેચમાં, ઈલી નાસ્તાસેને તથા બીઓન બૉર્ગને ત્રણ વખત તથા જીમી કોનોર્સને પાંચ વખત હાર આપી. છે. યુ. એસ. ઑપન ટુર્નામેન્ટના ઈ. ૧૯૭૩ તથા ઈ. ૧૯૭૪માં રમાયેલ મેચોમાં તે ક્વૉર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા હતા. વિમ્બલ્ડનની સિંગલ્સ સ્પર્ધામાં પણ તે બે વખત કૉર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા હતા. ઈ. ૧૯૮૭માં પણ એ જ રીતે ભારતના ખેલાડીઓને ફાઇનલ સુધી પહોંચાડ્યા હતા.
રમત અને ખેલક્ષેત્રે સર્વોત્કૃષ્‍ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ભારત સરકાર તરફથી અર્જુન ઍવૉર્ડએનાયત કરવામાં આવે છે. ઈ. ૧૯૭૪માં વિજય અમૃતરાજને આ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular