http://gujarat-help.blogspot.com/
ફિલ્મ-નિર્માણક્ષેત્રનો જ્વાળામુખી
ગુરુદત્ત પડુકોણનો જન્મ ઈ. ૧૯૨૫ના જુલાઈ માસની ૯મી તારીખે મેંગલોરમાં થયો. એમની ફિલ્મોમાં જોવા મળતી બંગાળી અસર તેમણે કેટલોક સમય કલકત્તામાં ગાળ્યો અને બંગાળી મહિલા ગીતા રૉય સાથે લગ્ન કર્યું આથી ઘણા એમને બંગાળી માનતા. જ્યારે કોઈને કહેવામાં આવતું કે તેઓ દ ક્ષિણ ભારતના હતા ત્યારે સાંભળનારાઓને આ વાત માન્યામાં ન આવતી.
ગુરુદત્તના પિતાનું નામ શિવશંકર, માતાનું નામ વાસંતી, બાલ્યાવસ્થામાં થોડો સમય ગુરુદત્ત અમદાવાદમાં રહ્યા હતા. બાળપણથી જ નૃત્ય તરફ આકર્ષણ હતું. ઈ. ૧૯૪૧માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી બે વર્ષ તેમણે આલમોડા ખાતે આવેલ ઉદયશંકર આર્ટ એકેડેમીમાં નૃત્યશિક્ષણ લીધું. ઈ. ૧૯૪૪માં પુણે ખાતે આવેલી પ્રભાત ફિલ્મ કંપનીમાં તેઓ સિનેમા-નિર્માણના તાલીમાર્થી તરીકે જોડાયા. અહીં તેમને દેવઆનંદ સાથે પરિચય થયો જે આગળ જતાં દિગ્દર્શક – અભિનેતાની જોડીમાં પરિણમ્યો. ગુરુદત્તે પછીના સમયમાં જુદી જુદી ફિલ્મોના નિર્માણમાં વિશ્રામ બેડેકર, સંતોષી, એ. બેનરજી, અમીય ચક્રવર્તી તથા સપન મુખરજી જેવા દિગ્દર્શકોના સહાયક તરીકે કામગીરી બજાવી.
ઉદયશંકર પાસે નૃત્યશિક્ષણ મેળવી તેઓ ‘પ્રભાત‘માં ત્રણ વર્ષ માટે નૃત્યનિર્દેશક તરીકે જોડાયા. બરુઆ, બિમલ રૉય અને બીજા સફળ નિર્દેશકો છબીકલા અજમાવતાં જ નિર્દેશક બન્યા હતા. જ્યારે ગુરુદત્ત નૃત્યકારમાંથી ફિલ્મ – નિર્દેશક બન્યા હતપ. નૃત્યનું નિર્દેશન કરતાં ફિલ્મસર્જક બનનાર ગુરુદત્ત કદાચ એકલા હશે.
ગુરુદત્ત નિર્દેશિત પ્રથમ ફિલ્મ ‘બાઝી‘એ તેમની મૌલિકતા અને કલ્પનાશીલતાનો પરિચય આપ્યો. એ સફળ ફિલ્મમાં અભિનય આપનાર દેવઆનંદ તથા ગીતાબાલી પણ ખ્યાતિ પામ્યાં. ત્યાર પછી ‘બાઝ‘, ‘આરપાર‘, ‘મિસ્ટર ઍન્ડ મિસિસ ‘૫૫‘, ‘સૈલાબ‘ વગેરે ફિલ્મોનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યું અને તેમાં નાયકની ભૂમિકા પણ ભજવી. પરંતુ તેમની બે ફિલ્મો ‘પ્યાસા‘ અને ‘કાગઝ કે ફૂલ‘માં ગુરુદત્તની સર્જકપ્રતિભા સ્પષ્ટપણે જોવા મળે છે. બંને ચલચિત્રોને પોતાની કલ્પનાશીલ માવજતથી અસરકારક બનાવી કલાકૃતિની ઊંચાઈ સુધી ગુરુદત્ત લઈ જઈ શક્યા છે.
‘ચૌદવી કા ચાંદ‘, ‘સાહિબ, બીબી ઔર ગુલામ‘ તેમની અતિ સફળ કૃતિઓ ગણાય છે. ગુરુદત્તનો અભ્યાસ મેટ્રિક સુધીનો જ હોવા છતાં તેમનું વાચન વિશાળ હતું. એમનું સમગ્ર વ્યક્તિત્વ કોઈ ઊર્મિશીલ અને ઋજુ હ્રદયના કવિનું હતું. ભારતીય સિનેમાના સમગ્ર ઇતિહાસમાં આવો લાગણીશીલ ફિલ્મસર્જક જોવા મળ્યો નથી. ફિલ્મની કળાને કવિતાની કક્ષા સુધી લઈ જનાર તેઓ એક ફિલ્મસર્જક હતા.
પોતાના અંતર્મુખી સ્વભાવને કારણે મનની વાત કોઈને ભાગ્યે જ કરી શકતા. ક્યારેક તેઓ દિવસો સુધી બેચેન અને નિરાશ રહેતા. મનમાં ચાલતા આ સંઘર્ષે ઈ. ૧૯૬૧માં પણ આપઘાતના પ્રયત્ન તરફ તેમને ઘકેલ્યા હતા એમ તેમની માતાએ નોંધ્યું છે. દક્ષિણના આંધ્રપ્રદેશની તેલુગુભાષી અભિનેત્રી વહીદા રહેમાન ફિલ્મજગતને ગુરુદત્તે આપેલી ભેટ છે. ગુરુદત્તના મૃત્યુ બાદ વહીદાએ કહ્યું હતું કે, ‘ગુરુદત્તને મૃત્યુ હંમેશાં પ્યારું હતું. એ વારંવાર મૃત્યુની જ વાત કરતા.‘આ સ્વભાવે ઈ. ૧૯૬૪ના ઑકટોબર માસની ૧૦મી તારીખે પ્રભાવ બતાવ્યો. પોતાના ફ્લેટમાં તે દિવસની સવારે એ મૃત દશામાં જોવામાં આવ્યા હતા. તેમના મૃત્યુનું રહસ્ય આજ સુધી ઉકેલી શકાયું નથી.
મહાન નિર્દેશક ગુરુદત્ત : જન્મ જયંતિ

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site