http://gujarat-help.blogspot.com/
પ્રમુખ ભારતીય ચરિત્ર અભિનેતા
ભારતના ભાગલા થયા પછી પાકિસ્તાનમાં ગયેલા પંજાબના ભાગના લાયલપુર જિલ્લાના સામુદ્રી નામના ગામડાના તહેસીલદાર કેશોમલ કપુરને ત્યાં ઈ. ૧૯૦૬ના નવેમ્બર માસની ત્રીજી તારીખે એક પુત્રનો જન્મ થયો. પુત્ર કુટુંબનો લાડકો હતો. દાદાની છત્રછાયામાં તે ઊછર્યો હતો. નામ હતું તેનું પૃથ્વીરાજ. ઘરમાં સૌ તેને પૃથ્વી કહીને બોલાવતાં. પૃથ્વીએ પ્રાથમિક શિક્ષણ સામુદ્રીમાં જ લીધું. શિશુ વયથી જ તેને અભિનયકળામાં રુચિ હતી. કોઈને કે કોઈક નાટકમાં તે લક્ષ્મણ કે હરિશ્ચંદ્રની ભૂમિકા ભજવવા લાગ્યા. પૃથ્વી કસરતબાજ અને કુસ્તીબાજ હતા. કબ્બડીનાં, કુળશ ખેલાડી હતા. આઠ વર્ષની વયે શાળાના રંગમંચ પર તેમણે પ્રથમ પગ મૂક્યો હતો.
પેશાવરની ઍડવર્ડર્ઝ કોલેજમાં જોડાયા પછી કૉલેજની ડ્રામેટિક સોસાયટીમાં તે જોડાયા આકર્ષક દેહયષ્ટિને કારણે પ્રારંભમાં તેમણે સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. ત્યારથી જ કોઈ પણ પાત્રની ભૂમિકા ભજવતી વખતે પાત્રમય થઈ જવાની શક્તિ તેમનામાં હતી. સત્તર વર્ષની વયે લગ્ન થયું અને એકાદ વર્ષમાં રણવીર નામના પુત્રના પિતા બન્યા. નાટક, રંગમંચ અને પડદાની અજબ ધૂન તેમણે નાનપણથી જ લાગી હતી. પોતાની સ્વતંત્ર નાટકમંડળી સ્થાપવાનાં તેમને શમણાં આવવા લાગ્યાં હતાં. ઈ. ૧૯૨૯માં ઇમ્પિરિયલ ફિલ્મ કંપનીમાં ‘એકસ્ટ્રા‘ તરીકે કામની શરૂઆત કરી. એક ફિલ્મમાં આરબની ભૂમિકા સફળ ભજવાતાં પૃથ્વીરાજ એકસ્ટ્રામાંથી હીરો બન્યા. ઈ. ૧૯૩૧ સુધીમાં નવ ફિલ્મોમાં તેમણે કામ કર્યું. પછીથી ‘આલમઆરા‘માં તે ઝળક્યા.
ગ્રાન્ડ એન્ડર્સનની થિયેટ્રિકલ કંપનીમાં જોડાઈ તે ભારતમાં ઘૂમ્યા અને શેક્સપિયરનાં નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી. એમની અદાકારી પર જનતા આફરીન પુકારતી. થિયેટ્રિકલ કંપની બંધ થતાં પૃથ્વીરાજે વિખ્યાત ન્યૂ થિયેટર્સના દરવાજા ખટખટાવ્યા. દિગ્દર્શક દેવકી બોઝે તેમને ‘પુરણ ભક્ત‘માં ભૂમિકા આપી. તેમાં નામના મેળવ્યા પછી તેમણે નીતિન બોઝ, પી.સી. બરુઆ, હેમચન્દ્ર અને કામદાર જેવા દિગ્દર્શકોની ફિલ્મોમાં સફળ અભિનય આપ્યો. રાજરાણી મીરાં, સીતા, અભાગિન, મંઝિલ, પ્રેસિડન્ટ, દુશ્મન વગેરે બોલપટોમાં નાયકની ભૂમિકા ભજવી પૃથ્વીરાજે અપ્રતિમ લોકચાહના મેળવી. ઈ. ૧૯૪૦માં મુંબઈમાં ‘સિકંદર‘ની અને અન્ય અનેક ચિત્રોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી.
ઈ. ૧૯૪૪માં તેમણે પૃથ્વી થિયેટર્સની સ્થાપના કરી. ભારતભરમાં ઘૂમી ભારતીય રંગભૂમિનો વિજયધ્વજ ફરકાવ્યો. મહાકવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલ‘ના નાટ્ય-સ્વરૂપને તેમણે રંગમંચ પર રજૂ કર્યું હતું. ભારતના ભાગલાને અનુલક્ષીને ‘દિવાર‘, પ્રતીકાત્મક નાટક ‘પઠાણ‘, રાષ્ટ્રીય તકવાદીઓની ચાલબાજી વર્ણવતું ‘ગદ્દાર‘, અપહ્રત કમનસીબ કન્યાની કહાણી રજૂ કરતું ‘આહુતિ‘ વગેરે સફળ નાટકો તેમણે રંગભૂમિ પર રજૂ કર્યાં. પોતે જ નાટકના લેખક રહેતા, પોતે જ દિગ્દર્શક રહેતા અને પ્રધાન ભૂમિકા પણ તેઓ જ ભજવતા. સોળ વર્ષ સુધી એક સો કલાકારો નિભાવતી આ નાટ્યસંસ્થા દેશને ખૂણે ખૂણે નાટકો રજૂ કરતી અને ઉત્કૃષ્ટ મનોરંજન દ્વારા લોકશિક્ષણનો પ્રચાર કરતી. એ સંસ્થા મારફત મશહૂર કલાકારો, સફળ લેખકો અને દિગ્દર્શકો તથા સંગીતકારો અને નૃત્યકારો પેદા થયા છે.
તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. અનેક પ્રવૃત્તિઓમાં મગ્ન રહેવા છતાં તેમણે સિતારવાદન અને વાચનનો શોખ કેળવ્યો હતો. ‘મુગલે આઝમ‘માં તેમની અદાકારી પર અનેક ફિલ્મપ્રેમીઓ વારી ગયા હતા. એમનું મૃત્યુ પણ નાટ્યાત્મક અંશો ધરાવતું હતું. ઈ. ૧૯૭૨માં જ્યારે એમનું અવસાન થયું તે જ દિવસે તેમને ‘દાદા ફાળકે‘ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એવી જાહેરાત થઈ હતી !
અભિનયના સિકંદર પૃથ્વીરાજ કપુર

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site