મિર્ઝા ગાલિબ

http://gujarat-help.blogspot.com/

ઉચ્ચકોટિના શાયર મિર્ઝા ગાલિબ

http://www.gurjari.net/uploaded/gallery/vishva/galib.jpgઉર્દૂ કવિતાને અદ્દભુત રંગ આપનાર
મિર્ઝા ગાલિબના વડવાઓ સમરકન્દથી લાહોર આવ્યા હતા. ગાલિબના પિતા અબદુલ્લા બેગ લશ્કરમાં સેવા આપતા હતા.
ગાલિબનો જન્મ ઈ. ૧૭૯૭ના ડિસેમ્બર માસની સત્તાવીસમી તારીખે થયો. શિશુ વયથી જ ગાલિબને શાયરીનો શોખ હતો. શરૂઆતમાં તે ફારસીમાં લખતા પણ પાછળથી ફારસી-ઉર્દૂનું મિશ્રણ કરી શાયરી લખવાની શરૂઆત કરી. ગાલિબનું સ્થાન માત્ર તેમના યુગના સાહિત્યમાં જ નહિ પરંતુ સમગ્ર ઉર્દૂ સાહિત્યમાં સર્વશ્રેષ્‍ઠ માનવામાં આવે છે. હિન્દી સાહિત્યમાં જે વિખ્યાતિ અને સ્થાન ગોસ્વામી તુલસીદાસે પ્રાપ્‍ત કર્યાં છે એવાં જ વિખ્યાતિ અને સ્થાન ઉર્દૂ સાહિત્યમાં ગાલિબે મેળવ્યાં છે. ગદ્ય અને પદ્ય બંને પર તેમનો એકસરખો કાબૂ હતો. અદ્દભૂત કલ્પનાશક્તિવિલક્ષણ વાક્યવિન્યાસવ્યંગ્યપ્રિયતાદાર્શનિક ચિંતનભાષાનું અનુપમ સૌંદર્ય અને અગાધ ભાવવ્યંજના એમની શાયરીમાં એકસાથે સાંપડશે. આ ક્ષેત્રે એક પણ ઉર્દૂ શાયર તેમની બરોબરી કરી શકે તેમ નથી. તેમણે અસંખ્ય ગઝલો રચી છે. ગાલિબે જે લખ્યું છે તે કલાત્મક હોઈ ગાલિબને તે ઉચ્ચ સ્થાન અર્પે છે.
ઉર્દૂના પ્રખર કવિ મીરતકી મીરે અગિયાર વર્ષની ઉંમરના ગાલિબની ગઝલ વાંચીને કહ્યું હતું કે આ છોકરાને જો યોગ્ય ગુરુ મળશે તો ભવિષ્‍યમાં એ ઉર્દૂનો મહાન શાયર બનશે.‘ ગાલિબે મીરની આ ભવિષ્‍યવાણી સાચી પાડી છે. ગાલિબ સ્વપરિચય આ રીતે આપે છે :
હોગા કોઈ એ અયસા ભી કે ગાલિબ કો ન જાને 
ગાલિબે એવી તો કલમ ચલાવીએક એકથી ચડિયાતા શેર આપ્‍યા છે કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન જમાવે છે. ગાલિબ સ્વમાન માટે અતિ આગ્રહી હતા. કોઈ પણ વ્યક્તિ તેનું અપમાન કરે તો તે લગરીકેય ન સાંખતાતે ક્યા સ્થાન પર છે તેની પરવા ન કરતાં જડબાતોડ જવાબ આપતા. સ્વમાની તો એવા કે પૈસેટકે તે ખલાસ થયા પરંતુ નિર્ણય કરેલો કે નોકરી નથી જ કરવીઆથી સામે આવતી નોકરીને ઠોકર મારતાં તે અચકાતા નહોતા. દિલ્હી કૉલેજમાં ફારસી અધ્યાપકની જરૂર પડી. ગાલિબને આમંત્રણ મોકલાવ્યું. પાલખીમાં બેસી ગાલિબ નોકરી આપનાર ટોમસનસાહેબને મળવા ગયા. ધાર્યું હતું કે સંદેશો મળતાં ટોમસન પાલખી સુધી આવશે. રાહ જોયા પછી તે આવ્યા ત્યારે ટોણો માર્યો કેનોકરી માટે આવ્યા છો તેથી હુતમને સત્કારવા ન આવું. ગાલિબે કહ્યું, ‘હું તો મારી ઇજ્જત વધારવા અહીં આવ્યો છું. આટલું કહી પાલખીમાં બેસી પાછા ચાલ્યા ગયા.
ગાલિબ માયાળુ અને રમૂજી સ્વભાવના હતા. એમના મનમાં માનવી પ્રત્યેનો પ્રેમ કણેકણમાં ભર્યો હતો. ગાલિબે શાયરીની ચીલાચાલુ રસમ તોડીફોડીને ઉર્દૂ ગઝલને શણગારી છે. નવા શબ્દો અને નવીન પ્રયોગો દ્વારા ગઝલને ઉન્નતિની ટોચ પર મૂકી છે. ગાલિબને જીવનમાં અનેક કપરા અનુભવો થયા હતા પરંતુ એ અનુભવોનો એકરાર કરવામાં તેમને કદી ક્ષોભ થતો નહિ. ગાલિબની ખુદ્દારી પણ નોંધ માગી લે તેવી છે. એક શાયરીમાં તે કહે છે :
હું હાક મારું એટલે પ્રિયાના ઘરનો દરવાજો
ઊઘડે એ તો અપમાન છે. એ રીતે પ્રિયાને ઘેર
કોણ જાય બંધ દ્વાર પર અવાજ આપે એ ગાલિબ નહિ.જિંદગીનાં આખરી વર્ષો દરમિયાન એ મૃત્યુની સતત રાહ જોતા. વરસોવરસ મરણની તારીખ નજૂમીઓ પાસે કઢાવતા. શરીર અશક્ત બન્યું. અંતે ઈ. ૧૮૬૯ના ફેબ્રુઆરી માસની પંદરમી તારીખે તેમનો નશ્વર દેહ નષ્‍ટ થયો.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular