વિજયાલક્ષ્‍મી પંડિત

http://gujarat-help.blogspot.com/

વિજયાલક્ષ્‍મી પંડિત

http://www.gurjari.net/uploaded/gallery/vishva/vijyalakshmi-pandit.jpgયુનોની મહાસમિતિનાં પ્રથમ મહિલાપ્રમુખ
પંડિત મોતીલાલ નહેરુનાં પુત્રી અને જવાહરલાલ નેહરુનાં બહેન વિજ્યાલક્ષ્‍મીનો જન્મ ૧૭મી ઑગસ્ટે ઈ. ૧૯૦૦માં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી ઉત્તર પ્રદેશનાં જનસેવાનાં કાર્યોમાં તેમણે ભાગ લેવાનું શરૂ કર્યું. હિન્દના પ્રાંતીય સ્વરાજના જમાનામાં ઉત્તર પ્રદેશનાં પ્રથમ મહિલા પ્રધાન તરીકે તેમણે સેવા આપી હતી. સ્વાતંત્ર્યચળવળના અનુસંધાનમાં ઈ. ૧૯૩૨ઈ. ૧૯૪૧ તથા ઈ. ૧૯૪૨માં તેમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. ઈ. ૧૯૪૭થી ઈ. ૧૯૪૯ સુધી રશિયાના રાજદૂત તરીકેની કામગીરી બજાવી ઈ. ૧૯૪૯માં તથા ઈ. ૧૯૫૧માં અમેરિકા તથા મેક્સિકોમાં રાજદૂત બન્યાં. ઈ. ૧૯૫૩-૫૪ દરમિયાન સંયુક્ત રાષ્‍ટ્ર સંસ્થા (યુનો) ની મહાસભાનાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયાં. ઈ. ૧૯૫૮થી ઈ. ૧૯૬૧ સુધી સ્પેનમાં રાજદુત તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યાર પછી મહારાષ્‍ટ્રના રાજ્યપાલ તરીકે તેમને નિયુક્તિ મળી હતી.
તેમની ઊછરતી વયરમાં અલ્લાહાબાદ મ્યુનિસિપલ બોર્ડનાં સભ્ય અને એજ્યુકેશન કમિટીનાં ચેરમેનસંયુ્કત પ્રાંતની વિધાનસભાનાં સભ્યઉત્તર પ્રદેશની કૉંગ્રેસ કેબિનેટમાં સ્થાનિક સ્વરાજ્ય અને આરોગ્ય ખાતાના મંત્રી ઇત્યાદી વિવિધ કામગીરી બજાવી.
ઈ. ૧૯૨૧માં રણજિત એસ. પંડિત સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.
બ્રિટન ખાતેના ભારતના હાઈકીમશનરના સ્થાનેથી તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયાં હતાં. ધી ઇર્વાલ્યુશન ઑફ ઇન્ડિયા‘ નામક એમનાં વ્યાખ્યાનો પુસ્તકાકારે પ્રગટ થયાં છે.
દેશની અસાધારણ અને વિશિષ્‍ટ સેવા બજાવવા બદલ ભારત સરકારે એમને પદ્મવિભૂષણના પદકથી વિભૂષિત કર્યાં હતાં.
ડિસેમ્બર૧૯૯૦ના એમનો સ્વર્ગવાસ થયો.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular