સંતો અને સમાજસેવકો

http://gujarat-help.blogspot.com/

 

સંતો અને સમાજસેવકો

ગુજરાતની લોકસંસ્‍કૃતિમાં સંતો અને સમાજસેવકોનો મોટો ફાળો છે. તેમના ત્‍યાગમય જીવનમાં ભગવદભકિત સાથે સેવાનો ત્રિવેણી સંગમ થયો હતો. આવા કેટલાક સંતો અને સમાજસેવકોનો પરીચય મેળવીએ.
કચ્‍છના રણમાં ભૂલા પડેલા અનેક મુસાફરોનો જીવ બચાવનાર દાદા મેકરણ કચ્‍છના ખાંભડા ગામમાં થઇ ગયા.
ભાણસાહેબના પુત્ર ખીમસાહેબ રાપરમાં થઇ ગયા. તેમની અને ત્રિકમસાહેબની સમાધી રાપરમાં છે.
સતી તોરલે લૂંટારા જેસલ સાથે લગ્‍ન કરી, તેના મનમાંથી મૃત્‍યુનો ભય દૂર કરી તેનો હ્રદયપલટો કરેલો. જેસલ-તોરલની સમાધિ અંજારમાં છે.
બારમી સદીના ગોરખનાથ-કાનફટા પંથના સ્‍થાપકની સમાધિ અને મઠ ધીણોધર ડુંગર ઉપર છે.
કચ્‍છના હરિદાસ સ્‍વામી, પ્રાણલાલ શાહ, કાંતિલાલ અંતાણી, ગુલાબ શંકર ધોળકિયા વગેરે સમાજસેવકો થયા.
જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા અને પોરબંદર પાસે વિસાવાડામાં વિઝાત ભક્ત થઇ ગયા.
મોજીદડના નથ્‍થુરામ શર્માને બિલખામાં આનંદ આશ્રમ સ્‍થાપી શુદ્ઘ સનાતન ધર્મ-કર્મ અનુસાર જીવન જીવવાની પ્રેરણા આપી.
વિસાવદર તાલુકાના સતાધારમાં ચલાળાના સંત આપા દાનાના શિષ્‍ય આપા ગીગા થયા. આજે પણ સતાધાર પવિત્ર સ્‍થાનક ગણાય છે.
ઊના તાલુકાના આમોદરાના મહાત્‍મા મૂળદાસની સમાધિ અમરેલીમાં છે.
જૂનાગઢ જિલ્‍લામાં માંગરોળ પાસે લોજમાં અયોધ્‍યાથી ઘનશ્‍યામ મહારાજ આવેલા. તે સદજાનંદ સ્‍વામી તરીકે વિખ્‍યાત થયા. તેમણે સ્‍વામિનારાયણ સંપ્રદાય સ્‍થાપ્‍યો.
સરસઇ ગામે સંત રોહીદાસ અને બિલખામાં શેઠ સગાળશા થઇ ગયા.
વિધવા અને ત્‍યકતાનાં તારણહાર પુષ્‍પાબહેન મહેતા જૂનાગઢમાં અગ્રગણ્‍ય સમાજસેવિકા હતાં.
અમરેલી જિલ્‍લાના પીપાવાવના સંત પીપા, ફતેહપુરના ભોજા ભગત, ચલાળાના આપા દાના અને ધારીના યોગીજી મહારાજ પ્રખ્‍યાત છે.
રાજકોટ જિલ્‍લાના વીરપુરના સંત જલારામ, ટંકારાના આર્યસમાજના સ્‍થાપક દયાનંદ સરસ્‍વતી, રાજકોટના રણછોડદાસજી મહારાજ, ઘોઘાવદરના દાસી જીવણ, વવાણિયાના શ્રીમદ્ રાજચંદ્ર અને અનેક નેત્રયજ્ઞોના આયોજક વીરનગરના ડૉ. શિવાનંદ અધ્‍વર્યુની સેવાઓ જાણીતી છે.
સુરેન્‍દ્રનગર જિલ્‍લાના થાનમાં મેવા ભગત અને આપા જાદરા, ચૂડાના હરિકૃષ્‍ણ મહારાજ અને કન્‍યા -કેળવણીનાં હિમાયતી અરુણાબહેન દેસાઇ જાણીતાં છે.
આણંદજી સોનીએ જામનગરમાં અણદાબાવાનો આશ્રમસ્‍થાપ્‍યો. આ આશ્રમમાંથી અન્‍નક્ષેત્ર, દવાખાનું, ગૌશાળા, શાળા, પાઠશાળા વગેરેનું સંચાલન થાય છે.
ભાવનગર જિલ્‍લાના તલ ગાજરડાના મોરારીબાપુ ગુજરાતના પ્રસિદ્ઘ સંત અને રામાયણના કથાકાર છે. બગદાણાના બજરંગદાસજી મહારાજ, પાળિયાદના ઉનડ બાપુ, ગારિયાધારના શંભુભાઇ ત્રિવેદી પ્રખ્‍યાત છે.
મહેસાણા જિલ્‍લાના વિજાપુરના બુદ્ઘિસાગરજી મહારાજે ઘંટાકર્ણવીરની સ્‍થાપના કરી હતી.
ગુજરાતી વિશ્ર્વકોશ શ્રેણીની સ્‍થાપનામાં રસ લેનાર વિસનગરના સંનિષ્‍ઠ લોકસેવર સાંકળચંદ પટેલ ઉત્તર ગુજરાતની અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના પ્રેરક તરીકે જાણીતા છે.
ઉનાવામાં મીરાદાતારનું મુસ્લિમ તીર્થધામ સ્‍થાપનાર મીરાદાતાર પાટણ પાસેના પળી ગામના હતા.
અમદાવાદમાં ભિક્ષુ અખંડાનંદજીએ ધાર્મિક સાહિત્‍યની પરબ માંડી સસ્‍તુ સાહિત્‍યવર્ધક કાર્યાલય દ્વારા લોકો સુધી ધાર્મિક સાહિત્‍ય પહોચાડયું હતું. તેમની સ્‍મૃતિમાં અમદાવાદમાં અખંડઆનંદ આયુર્વેદ મહાવિદ્યાલય અને હૉસ્પિ‍ટલ ચાલે છે.
ગુજરાતના અલગ રાજયની સ્‍થાપના માટે અથાગ પરિશ્રમ કરનાર ઇન્‍દુલાલ યાજ્ઞિકની ફકીરી જાણીતી છે. તેમનો આશ્રમ નેનપુરમાં છે.
સરસવણીમાં રવિશંકર મહારાજે ઠાકોરોને સન્‍માર્ગે વાળવા તથા લોકહિતના પ્રશ્ર્નો, ભૂદાન વગેરેના રસ લઇને સમગ્ર ગુજરાતની સેવા કરી છે. ગુજરાત રાજયનું ઉદઘાટન આ મૂકસેવકના શુભહસ્‍તે થયું હતું.
ચુનીલાલ મહારાજ પૂ. મોટા તરીકે જાણીતા થયા. આ સંતના આશ્રમો અને મૌન મંદિરો સુરત અને નડિયાદમાં છે. બબલભાઇએ થામણામાં ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરી. મોતીભાઇ અમીન ચરોતર ઍજયુકેશન સોસાયટીના સ્‍થાપક અને પુસ્‍તકાલય પ્રવૃતિના પ્રણેતા હતા.
ગુજરાતમાં સદવિચાર પરિવારતરફથી સમાજસેવાની અનેકવિધ પ્રવૃતિઓ ચાલે છે, જેના સૂત્રધાર હરિભાઇ પંચાલ છે.
વડોદરા જિલ્‍લાના કારવણમાં કૃપાલ્‍વાનંદજી તથા નારેશ્ર્વરમાં રંગ અવધૂત મહારાજ થઇ ગયા.
નારાયણ ગુરુ, જુમ્‍માદાદા, માણેકરાવજી, છોટુભાઇ પુરાણી અને અંબુભાઇ પુરાણીએ ગુજરાતમાં વ્‍યાયામ-પ્રવૃતિઓને વેગ આપ્‍યો.
વલસાડ જિલ્‍લાના નંદીગ્રામમાં મકરંદ દવે અને કુંદનિકા કાપડિયાની આગેવાની હેઠળ અનેક કલ્‍યાણકારી કાર્યો થઇ રહ્યા છે.
પંચમહાલમાં ડાહ્યાભાઇ નાયક, સુખલાલભાઇ, અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) , કમળાશંકર પંડયા વગરેએ ભીલો તથા હરિજનોની સેવા કરી છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular