લચ્છુ મહારાજ - કથક નૃત્યની
પરંપરાના મૂર્ધાભિષિકૃત જ્ઞાતા

જીવનના ચાર દાયકા જેટલો સમય એમણે મુંબઈમાં વિતાવ્યો હતો. તે દરમિયાન ‘રામરાજ્ય‘થી માંડી ‘એક હી રાસ્તા‘, ‘મુઝે જીને દો‘, ‘મુઘલે આઝમ‘, ‘તીસરી કસમ‘, ‘પાકિઝા‘, વગેરે સુધીની અનેક ફિલ્મોમાં એમણે નૃત્ય-દિગ્દર્શન કર્યું હતું. ‘માલતી માધવ‘થી લઈને ‘ગૌતમ બુદ્ધ‘ ને ‘રાધાકૃષ્ણલીલા‘ સંબંધી અનેક વિષયો સાથે એમણે કથાશૈલીમાં ઘણી નૃત્ય-નાટિકાઓનું સર્જન પણ કર્યું હતું. રાજસ્થાન, પંજાબ, હૈદરાબાદ વગેરે રાજ્યોમાં પણ એમણે પોતાનાં મૂલ્યો દ્વારા કથક અને લખનૌ ઘરાનાનું નામ રોશન કર્યું હતું. મનના ભાવોને સંગીતમય બનાવીને એની તાલબદ્ધ રજૂઆતમાં એની કલાક્ષમતા અનુપમ હતી. આવી જ રીતે ઠુમરી, દાદારા, પૂરવી ખયાલ વગેરે ગાયકીમાં પણ એમની પ્રવીણતા એટલી જ ખ્યાતિ પામી હતી. સંગીતની સેંકડો ‘ચીજો‘ એમને કંઠસ્થ હતી. ઈ. ૧૯૫૭માં સંગીતનાટક અકાદમીએ એમની કલાશક્તિને પુરસ્કારથી નવાજી હતી. ઈ. ૧૯૭૪માં એમને ‘પદ્મશ્રી‘નું માન આપવાનું પણ સરકારે વિચારેલું પરંતુ લચ્છુ મહારાજે તેનો અસ્વીકાર કર્યો હતો.
એમને મન કથક એ ભગવાન કૃષ્ણ અને શિવનું નૃત્ય હોઈ એની શાસ્ત્રશુદ્ધિના તેઓ ચુસ્ત હિમાયતી હતા. કથા વિના કથકનું મહત્વ નથી એમ તેઓ માનતા. પરંતુ કથકમાં થતાં નવાં ઉમેરણો તેમને અસ્વીકાર્ય હતાં. મુઘલ સમયમાં શુદ્ધ કથકમાં પેસી ગયેલાં આવાં નવાં તત્વોને કારણે જ એ નાચનારીઓનું નૃત્યુ ગણાવા લાગેલું એમ તેઓ માનતા. કથકની શુદ્ધતા જાળવવા અંગેના એમના આગ્રહને કારણે અમુક ઉચ્ચ કોમોની વ્યક્તિ સિવાય અન્યને કથક શીખવવાના પણ તેઓ વિરોધી હતા.
આજના બધા સુખ્યાત કથક નૃત્યકારો એક રીતે એમના શિષ્યો છે. કેવળ તાલઠેકાના ગણિતમાં બંધાઈ રહેલા કથકને તેમાંથી મુક્ત કરીને એમણે તેમાં ભાવસંચેતનાની પ્રાણપતિષ્ઠા કરી એ એમનું સૌથી મોટું પ્રદાન હતું.
ઈ. ૧૯૭૮ના જુલાઈની ઓગણીસમી તારીખે ૭૭ વર્ષની વયે એમનું અવસાન થયું.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site