વિન્સ્ટન ચર્ચિલ - બ્રિટિશ
કૂટનીતિજ્ઞ, લેખક
અને ચિત્રકાર
સર
વિન્સ્ટન લિયૉનાર્ડ સ્પેન્સર ચર્ચિલનો જન્મ ઈ. ૧૮૭૪ની ૩૦મી નવેમ્બરે થયો હતો. પિતા
રેન્ડૉલ્ફ રાજકારણમાં અગ્રણી વ્યક્તિ હતા. માતા જેની જેરોમ ન્યૂયૉર્કની હતી.
ચર્ચિલનો પ્રારંભિક અભ્યાસ હેરો સ્કૂલમાં થયો પરંતુ તોફાની અને ભણવામાં ઠોઠ હોવાથી
પિતાએ તેમને સેન્ડહર્સ્ટની લશ્કરી કૉલેજમાં મૂક્યા. પછી યુદ્ધ-ખબરપત્રી બનીને તે
ક્યૂબા અને ઇજિપ્ત ગયેલા. આમ તે પત્રકાર બન્યા. બ્રિટિશની નૌકાસૈન્યમાં સેવા આપી
અને બ્રિટનની રાજનીતિમાં પ્રવેશ કર્યો. સમગ્ર બ્રિટન અને મિત્રરાજ્યો પર દ્વિતીય
વિશ્વયુદ્ધનું ઘેરું સંકટ છવાયેલું હતું ત્યારે તેમણે વડાપ્રધાન તરીકે દેશની
બાગડોર સંભાળી. હિટલરનાં સૈન્યો યુરોપને કચડતાં છેક ફ્રાન્સ પહોંચ્યાં ત્યારે
બ્રિટનના સમ્રાટ જ્યૉર્જ છઠ્ઠાએ તેમને સરકાર બનાવવા કહ્યું. બ્રિટનની એ અંધારધેરી
પળે તેમણે પ્રજાને સાફ જણાવી દીધું : ‘મારી પાસે તમને આપવા માટે ખૂન,
જહેમત,
આંસુ અને
પસીના સિવાય કશું જ નથી.‘ અમર બનેલા આ નિખાલસ અને પ્રેરક
શબ્દોએ બ્રિટનની નૈતિક તાકાત વધારી દીધી. અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ અને
રશિયાના સર્વેસર્વા સ્ટાલિન સાથે મૈત્રીમુલાકાત થઈ અને ઈ. ૧૯૪૫માં જર્મનીએ બિનશરતી
શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ થઈ.
રાજનીતિજ્ઞ ઉપરાંત ચર્ચિલ ઘણા સારા વક્તા, લેખક અને ચિત્રકાર હતા. ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર‘ નામથી તેમણે છ ભાગમાં વિશ્વયુદ્ધનાં સંસ્મરણો લખ્યાં છે. આ પુસ્તક માટે ચર્ચિલને નોબલ પારિતોષિકથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
ભારતને આઝાદી બક્ષવાના મતના તે ન હતા. સાહસ, અડગતા, યુયુત્સા અને સામ્રાજ્યરક્ષાનું તેઓ પ્રતીક હતા. સ્વદેશની અપ્રતિમ અને વિજય-ગૌરવભરી સેવા બજાવીને ૯૦ વર્ષની વયે ઈ. ૧૯૬૫માં તેઓ મૃત્યુ પામ્યા.

No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site