સ્તાલિન

http://gujarat-help.blogspot.com/

સ્તાલિન

http://www.gurjari.net/uploaded/gallery/vishva/stalin.jpgસામ્યવાદી જગતનો અનન્ય સૂત્રધાર
માત્ર રશિયાના જ નહિ પણ સમસ્ત સામ્યવાદી જગતના સૂત્રધાર માર્શલ સ્તાલિનનું અવસાન ઈ. ૧૯૫૩ના માર્ચની પાંચમીએ થયું. લેનિનની જેમ જ એનું અવસાન પણ મગજમાં રક્તસ્ત્રાવને પરિણામે જ થવા પામ્યું.
લેનિને ક્રાન્તિના અધૂરા મૂકેલા કાર્યને સ્તાલિને પૂર્ણ કર્યું. માનવ દ્વારા માનવતાના શોષણ સામે ઓગણીસમી સદીમાં કાર્લ માર્કસે સામ્યવાદના જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું તે સિદ્ધાંતોને લેનિને સ્વીકાર્યા અને એના ઉત્તરાધિકારી સ્તાલિને એનો અમલ પરાકાષ્‍ઠાએ પહોંચાડ્યો. દુનિયાના સુધરેલા દેશો કરતાં અનેકગણા પછાત રશિયાને ઔદ્યોગિક રીતે અને લશ્કરી સામર્થ્યમાં જગતની મહાસત્તા બનાવનાર સ્ટાલિનમાં અદ્દભુત શકિત અને અપ્રતિમ મનોબળ હતાં. નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં ઊભા થતા અંતરાયોને નિર્દયતાપૂર્વક ખસેડવા જેટલો એ નિષ્‍ઠુર હતો. એથી જ એના અવાસાન બાદ સામ્યવાદી રશિયામાં તે એટલો અપ્રિય થઈ પડ્યો કે સમગ્ર દેશમાંથી તેનું નામ સદંતર ભુસાઈ ગયું.
તેનો જન્મ ઈ. ૧૮૭૯માં કોકેસસના પહાડી પ્રદેશના એક ગામડામાં થયો હતો. એનું જન્મનું નામ જૉસેફ વિસારિયોનૉવિચ જુગાશ્વીલા. પિતા ધંધે મોચી. પુત્રને તે મોચી બનાવવા ચાહતો હતો જ્યારે માતા ઇચ્છતી હતી કે દીકરો પાદરી બને. સ્તાલિનને ટિફલિસની પાદરીશાળામાં મૂકવામાં આવ્યો. તે પાદરીશાળા એટલે દૂષણોનું ઘર. સ્તાલિન એટલે ક્રાન્તિની ચિનગારી. તે વખતે ઝારશાહીના દમન સામે ક્રાન્તિની લહર ઊઠતી જતી હતી. સ્તાલિને પાદરીશાળામાં જ એક ક્રાન્તિકારી મંડળ ઊભું કર્યું. આથી ત્યાંથી તેને રુખસદ મળી. ક્રાન્તિની મહાજ્વાળા ફેલાવા લાગી. વિરોધીઓને પડકારવાનું તેના સ્વભાવમાં હતું. તે પડકાર કરતો, ‘યા સ્તાલિન !‘ (હું પોલાદી માનવી છું.) આમ તે સ્તાલિન નામથી ઓળખાયો.
ક્રાન્તિકારી તરીકે તે પકડાયો. સાઇબીરિયા મોકલાયો. ત્યાંથી છટકી લેનિનની નેતાગીરી હેઠળના બોલશેવિક પક્ષમાં ભળ્યો. ઈ. ૧૯૦૫માં ઝાર સામે બળવો થયો. બળવો અલબત્ત નિષ્‍ફળ ગયો પણ સ્તાલિનને ઘણું શીખવતો ગયો. દરમિયાનમાં ઈ. ૧૯૧૪નું પ્રથમ વિશ્વયુદ્ધ આવ્યું. ઈ. ૧૯૧૭માં ફરીથી બળવો થયો. પ્રવદા‘ નામનું મુખપત્ર ચાલુ થયું. પણ ફરીથી બળવો નિષ્‍ફળ જતાં લેનિનને ફિનલેન્ડ નાસી જવું પણ તેની ગેરહાજરીમાં સ્તાલિનના હાથમાં પક્ષનું નેતૃત્વ આવ્યું અને ઝારશાહીનો અંત આવ્યો. લેનિનના મૃત્યુ પછી સ્તાલિન લેનિનનો ઉત્તરાધિકારી બન્યો. બીજા વિશ્વયુદ્ધમાં સ્તાલિને જર્મનીને હરાવી રશિયાના વિક્રમથી જગતને મંત્રમુગ્ધ કરી દીધું. તેમણે ઊભો કરેલો લોખંડી પડદો અભેદ્ય હતો. પરંતુ સમય જતાં એ પડદો પણ નષ્‍ટ થયો અને પછી તો રશિયાનું મહારાષ્‍ટ્ર પણ છિન્નભિન્ન થઈ ગયું. હિટલરનો પરાજ્ય સરજીને એણે માત્ર રશિયાને જ નહિ પણ જગતની સમગ્ર લોકશાહીને બચાવી હતી. તેના બદલામાં જ્યારે ઇન્ગલેન્ડ તરફથી ચર્ચિલે સ્તાલિનગ્રેડ સમશેર‘ આપી ત્યારે સ્તાલિનની આંખોમાં આસું આવી ગયેલાં.
જર્મનોએ રશિયામાં ૬૦ લાખ મકાનોનો સદંતર નાશ કર્યો હતો. સિત્તેર હજાર ગામડાં આખાં ને આખાં સળગાવી મૂક્યાં હતાંમોટાં મોટાં ઔદ્યોગિક કેન્દ્રોનો નાશ કર્યો હતો. યુદ્ધ પછી રશિયાએ જે હેરતભર્યું પુનરુત્થાન સાધ્યું તે સ્તાલિનનો પડતો બોલ ઝીલી લેવાની રશિયન પ્રજાની તત્પરતાને આભારી હતું આવી ભકિતએ વિચારમૂઢતા જન્માવી. વિચારમૂઢતા દૂર થતાં જ સ્તાલિનનો જાદુ નિઃશેષ ઓસરી ગયો. આજે સ્તાલિનની સિદ્ધિઓને કોઈ ગણકારતું નથીભલે સામ્યવાદમાં દીક્ષિ‍ત થયેલા લોકોને મન લેનિન સિવાય બીજો કોઈ પ્રભુ નહોતો અને સ્તાલિન એ પ્રભુનો પેગંબર હતો.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular