નવરાત્રિ મહોત્સવ


http://gujarat-help.blogspot.com/


ગુજરાતનો ધબકાર - નવરાત્રિ મહોત્સવ

આસો માસની એકમથી નોમ સુધીના નવે દિવસ મા શક્તિની આરાધનાના દિવસો. સાચા અર્થમાં મહોત્સવ કહેવાય તેવા નવરાત્રિના તહેવારો નવ દિવસ ચાલે છે.��ગુજરાતનો પોતાનો આ આગવો અને અનોખો તહેવાર છે. 

ખાસ કરીને ગુજરાતણો આ તહેવારને મન મૂકીને અપાર શ્રદ્ધા સાથે ઊજવે છે. અભણ, અલ્પશિક્ષિ‍ત કે ઉચ્ચશિક્ષિ‍ત, ગૃહિણી કે ઉચ્ચ કારકિર્દી ધરાવતી સૌ મહિલાઓ આ તહેવાર એક સરખી રીતે હ્રદયના ભાવપૂર્વક માણે છે. ગરબા, ગરબી, જાગ જેવા ગરબાના અનેક પ્રકારો નવરાત્રિમાં હિલોળા લે છે. 

સામાન્ય રીતે રાસ-ગરબા નવરાત્રિ સાથે માની આરાધના સાથે સંકળાયેલા છે. પરંતુ વાસ્તવમાં તો તે એક લોકકળા છે. ગરબો ગુજરાતનું આગવું લોકધન છે. પરંતુ એનું જોમ ને જોબન વિશેષરૂપે ખીલ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં. 
સૌરાષ્ટ્રોના રાસ, રાસડા અને ગરબી એટલે ધરતીનો જોમવંતો ધબકાર. 
મધ્ય ગુજરાત-દક્ષિ‍ણ ગુજરાતનો ગરબો સૌમ્ય છે, આનંદ અને ઉલ્લાસથી ભર્યો ભર્યો છે. સૂર અને લયથી રસાયેલો છે. 
મેર અને આહીર જાતિના લોકોના ગરબા જોવા એક લ્હાવો છે. તેમનાં જોમ અને જોશ ધરતી ધ્રુજાવી નાંખે છે અને બુલંદ કંઠે ગવાયેલા ગરબા-ગરબી કે રાસ વાતાવરણમાં પડછંદા પાડે છે. 
ગરબાની આરાધના માની આરાધનાથી શરુ થાય છે પણ તેના વિષયવસ્તુનો સંબંધ મહદંશે કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલો છે. કૃષ્ણા અને રાધાનાં, કૃષ્ણવ અને ગોપીઓના શૃંગાર, વિરહ અને મિલનના વિવિધ ભાવો ગરબામાં ગૂંથાયેલા છે. 

ગુજરાત સરકાર છેલ્લાં કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રી ય સ્તરે રાજ્યભરમાં નવરાત્રિ મહોત્સવ મનાવે છે. ગરબા મહોત્સવ અમદાવાદ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રરના કેટલાક શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરી ધામધૂમ સાથે, દબદબાપૂર્વક ઊજવવામાં આવે છે. 
વડોદરાના ગરબા ખૂબ મોટા અને વિશિષ્ઠપ હોય છે. અહીં બાળકોના ગરબા પણ યોજાય છે. તેમાં બાળકો ગરબે ઘૂમે છે, બાળકો જ ગરબા ગવડાવે છે અને બાળકો જ સંગીતનાં વાદ્યો પણ વગાડે છે.
http://gujarat-help.blogspot.com/

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular