ગમતાંનો કરીએ ગુલાલ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી - અરદેશર ખબરદાર, છેલ્લો કટોરો ઝેરનો આઃ પી જજો, બાપુ !, યા હોમ કરીને પડો ફતેહ છે આગે- નર્મદ, આંધળી માનો કાગળ : લોકગીત, શાંત ઝરૂખે વાટ નિરખતી, પ્રદીપ બ્રહ્મભટ્ટનું કાવ્ય પ્રેમની ભક્તિ, એક ઘા –સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

http://gujarat-help.blogspot.com/

ગમતાંનો કરીએ ગુલાલ

 

http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/larg/makrand-dave.jpgગમતું મળે તો અલ્યાગૂંજે ન ભરીયે 
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી, સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી? ખાડા ખાબોચિયાને બાંધી બેસાયઆ તો વરસે ગગનભરી વ્હાલ. 
ગમતાંનો કરીએ ગુલાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ? સરીસરી જાય એને સાચવશે કયાં લગી? આવે તે આપ કરી પળમાં પસંદગી, મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ. 
ગમતાંનો કરીએ ગુલાલ.
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને, ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને, આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને? માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ ! 
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યાગૂંજે ન ભરીયે 
ને ગમતાંનો કરીએ ગુલાલ.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી - અરદેશર ખબરદાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતીત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! 
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતીત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમજ્યાં ગુર્જરના વાસ; સૂર્ય તણાં કિરણો દોડે ત્યાંસૂર્ય તણો જ પ્રકાશ. 
જેની ઉષા હસે હેલાતીતેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતીત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
ગુર્જર વાણીગુર્જર લહાણીગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતીગુર્જર ઉદ્યમ પ્રીત. 
જેને ઉર ગુજરાત હુલાતીતેને સુરવન તુલ્ય મિરાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતીત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ; ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ. 
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતીત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અણકીધાં કરવાના કોડેઅધૂરાં પૂરાં થાય; સ્નેહશૌર્ય ને સત્ય તણા ઉરવૈભવ રાસ રચાય. 
જય જય જન્મ સફળ ગુજરાતીજય જય ધન્ય અદલ ગુજરાત! 
જ્યાં જ્યાં વસે એક ગુજરાતીત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
છેલ્લો કટોરો ઝેરનો આઃ પી જજોબાપુ !
છેલ્લો કટોરો ઝેરનો આઃ પી જજોબાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજોબાપુ !
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળીસુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવુંબાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવુંબાપુ !
સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,શી છે ગતાગમ રત્નના કામી જનોને ?તું વિનાશંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રેબાપુ !
ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રેબાપુ !
કહેશે જગત : જોગી પણા શું જોગ ખૂટ્યા ?દરિયા ગયા શોષાઈ શું ઘન-નીર ખૂટ્યાં ?શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જોબાપુ !
સહિયું ઘણુંસહીશું વધુ : નવ થડકજોબાપુ !
ચાબુકજપ્તીદંડડંડા મારના,જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,થોડાઘણા છંટકાવ ગોળીબારના એ તો બધાંય જરી ગયાંકોઠે પડ્યાંબાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાંબાપુ !
શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજોબાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ !
જગ મારશે મેણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
નાવ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહીબાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહીબાપુ !
જાબાપ ! માતા આખલાને નાથવાને,જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,જા સાત સાગર પાર સેતુ બાંધવાને ઘનઘોર વનની વાટને અજવાળતોબાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતોબાપુ !
ચાલ્યો જ્જે ! તુજ ભોમિયો ભગવાન છેબાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજેબાપુ !

યા હોમ કરીને પડો ફતેહ છે આગે- નર્મદ

http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/larg/Narmad_1.jpgસહુ ચલો જીવતા જંગબ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કરમો વિષેઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજહામને ખાળે; હજી સમય નથી આવિયોકહી દિન ગાળે, જન બ્હાનું કરે નવ સરેઅર્થ કો કાળે; ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.
યા હોમ.. સહુ ચલો.. યા હોમ
સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને, તે પરશુરામ પરસિધ્ધરહ્યો નિજ વચને; સાહસે ઈંદ્રજિત શૂરહણ્યો લક્ષ્મણે, સાહસે વીર વિક્રમજગ્ત સહુ ભણે; થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.
યા હોમ.. સહુ ચલો.. યા હોમ
સાહસે કોલંબસ ગયોનવી દુનિયામાં, સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં; સાહસે લ્યુથર તે થયો પોપની સામાં, સાહસે સ્કાટે દેવું રેવાળ્યું જોતામાં; સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,
યા હોમ.. સહુ ચલો.. યા હોમ
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો, સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો; સાહસે કરો વેપારજેમ બહુ લાખો, સાહસે તજી પાખંડબહ્મરસ ચાખો; સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.
યા હોમ.. સહુ ચલો.. યા હોમ

આંધળી માનો કાગળ : લોકગીત

ઇન્દુલાલ ગાંધી 
અમૃત ભરેલું અંતર જેનુંસાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત, ગગો એનો મુંબઇ કામે; ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ 
કાગળની એક ચબરખી પણતને મળી નથી ભાઇ ! 
સમાચાર સાંભળી તારા, રોવું મારે કેટલા દ્હાડા ? ભાણાનો ભાણિયો લખે છે કેગગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, નિત નવાં લૂગડાં પ્હેરે 
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મારાખજે ખરચી-ખૂટનું માપ, દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથીબાપ ! 
કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યુંકૂબામાં કર્યો છે વાસ, જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ, તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ, તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર 
એકે રહ્યું નથી અંગનું ઢાંકણખૂટી છે કોઠીએ જાર. 
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.
શાંત ઝરૂખે વાટ નિરખતી

http://www.gurjari.net/uploaded/gallery/git-gazal-shayri/balkoney.jpgશાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……એના હાથની મહેંદી હસતીતી,એની આંખનું કાજળ હસતુંતુ,એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતુંતુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,એની ચુપકીદી સંગીત હતી,એને પડછાયાની હતી લગન,એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,એક સ્વપ્નમહલ શણગાર્યોતો,જરા નજરને નીચી રાખીને,એણે સમયને રોકી રાખ્યોતો.
એ મોજાં જેમ ઉછળતીતી,ને પવનની જેમ લહરાતીતી,કોઇ હસીન સામે આવે તો ,બહુ પ્યારભર્યું શરમાતીતી.
તેને યૌવનની આશિષ હતી,એને સર્વ કળાઓ સિધ્ધ હતી,એના પ્રેમમાં ભાગીદાર થવા,ખુદ કુદરત પણ આતૂર હતી……વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથીસંગીત નથી;ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,કે ન્હોતી મારી દુલ્હન,મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?એ પણ હું ક્યાં જાણું છું ?એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,બહુ સૂનું સૂનું લાગે છે……
પ્રદીપ બ્રહ્મભટ્ટનું કાવ્ય પ્રેમની ભક્તિ
પ્રેમની ધારાએ હૈયુ હરખાઇ જાય,આંખોના અણસારમાં જીવન હોમાઇ જાય.
સંબંધના સહવાસમાં સ્નેહ ઉભરાઇ જાય,ભક્તિનાગુણગાનમાં મુક્તિ મળી જાય.
કુદરત કેરા પ્રેમમાં દુનિયા ભુલાઇ જાય,સંસાર જેના આંગણે શ્રીહરિ વિસરી જાય.
સગપણ સાચુ સ્નેહથી સૌને મળતું જાય,વળગી ચાલે તેને જે જીવન હોમાઇ જાય.
માયાજીવન કર્મતણા બંધનેચાલતુ જાય,પ્રેમપ્રભુનો મળતા જીવને મુક્તિ મળી જાય.
પ્રદીપ રમા રવિને પ્રેમ જલારામથી થાય,અંતરમાં આનંદ ઉભરાયને પ્રેમ મળતો જાય.
નાચિંતા સંસારની જ્યાં ભક્તિ સાચી જાય,વ્યાધિ નશ્વરદેહની મનથી નિકળી જાય.
કુદરતની આ અકળલીલા જીવને વળગી જાય,માનવ મહેરામણ જગમાં બધેપ્રસરી જાય

એક ઘા સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો, છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો! 
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં 
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ, પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના; ક્યાંથી ઊઠેજ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો! 
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ, મ્રૂત્યુ થાશેજીવ ઊગરશેકોણ જાણી શકે એ? જીવ્યુંઆહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને, આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે, આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને; રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે, લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે. 

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular