દેશબંધુ ચિત્તરંજન દાસ http://gujarat-help.blogspot.com

http://gujarat-help.blogspot.com
દેશબંધુ ચિત્તરંજન દાસ

http://www.gurjari.net/uploaded/gallery/gandhiji/deshbandhu.jpgભારતની મોટી સમસ્યા. ભારે વસ્તી-વધારો. આ ઉકેલવા વિવિધ સૂચનો. એક સૂચન મોડા પરણવાનું. આ તો આજની વાત. આપણા એક દેશનેતા. મહાત્મા ગાંધીના સાથીદાર. એ ચિત્તરંજન દાસ દેશબંધુ દાસ નામે જાણીતા. તે પરણ્યા છેક સત્તાવીસ વર્ષની વયે. નવ દશકા પહેલાં આ નવાઈજનક.
ચિત્તરંજન દાસનો જન્મ કલકત્તામાં. વકીલ પિતાના એ પુત્ર. પિતા બ્રહ્મસમાજી. ઉદાર અને કવિજીવ. માતા નિસ્તારિણી દેવી દયાળુ અને કર્મઠ.
ચિત્તરંજન દાસ નાનપણથી જ તેજસ્વી. સુંદરતા અને મૌલિકતા ધરાવનાર. નાનપણમાં સુરેન્દ્રનાથ બેનરજીની અસર. એ અસરથી દેશસેવાની રુચિ જન્મી. વીસ વરસે બી. એ. થયા. આઈ.સી.એસ. થવા વિલાયત ગયા. વિલાયતમાં દાદાભાઈ નવરોજીનો પરિચય થયો. તેમની ચૂંટણીના પ્રચારમાં પડ્યા. આઈ.સી.એસ. માં નાપાસ થયા. ભારત આવીને વકીલાત માંડી. વકીલાતમાં અનુભવ જોઈએ. અનુભવ વિનાના ચિત્તરંજન દાસ. એમને કામ મળે નહિ. ખર્ચ નીકળે નહિ. સતત પૈસાની ખેંચ રહે. એમનું મન કવિતા તરફ ઢળ્યું. કવિતાઓ લખે. કવિતાઓ પર પશ્ચિમી અસર. રૂઢિઓને વિરોધ કરતા વિચારો. આવી કવિતાનો પ્રથમ સંગ્રહ ‘‘માલંચ’’. ‘‘માલંચ’’ સામે બ્રહ્મસમાજીઓ ગુસ્સે થયા. આથી ચિત્તરંજન દાસને આઘાત લાગ્યો. થોડો વખત લખવાનું બંધ થયું. વિવેચકોએ ‘‘માલંચ’’ ની કવિતાઓ વખાણી. તેમાંની કેટલીક તો ટાગોરની કવિતાઓથીય સારી.
બંગાળામાં ત્યારે ક્રાંતિકારી વિચારોનું જોર. યુગાંતરઅને સંધ્યાબે સામયિકો. બંને સરકારના વિરોધી. સરકાર બંને પર ખફા. સરકારે કેસ કર્યો. ચિત્તરંજન દાસ બચાવપક્ષના વકીલ થયા. અહીં તેમની મૌલિકતા ઝળકી. નામના વધી.
આ પછી મણિકતલ્લા બૉંબ ફેકટરી કેસ થયો. અનેક ક્રાન્તિકારી યુવકોને આવરી લેવાયા. અરવિંદ ઘોષનો આમાં સમાવેશ. ચિત્તરંજન દાસ બચાવપક્ષે લડ્યા. ૨૦૬ સાક્ષી તપાસ્યા. ૪૦૦૦ વસ્તુઓ પુરાવામાં રજૂ થઈ. તેમણે છટાદાર દલીલો કરી. તર્કબદ્ધ ભાષણ કર્યાં. આની અસર થઈ. અરવિંદ ઘોષ નિર્દોષ છૂટ્યા.
ચિત્તરંજન દાસની વાહ વાહ થઈ. એમની નામના વધી. કેસ આવતા ગયા. આવક વધતી ગઈ. ૧૯૨૦માં એ આવક માસિક પચાસ હજાર રૂપિયાની થઈ ! ચિત્તરંજન દાસ પૈસાના લોભી ન હતા. લોકોની સેવા એમને ગમતી. કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. ગામડાના ઉદ્ધારની વાત કરતા. ગ્રામોદ્યોગ અને ગૃહોદ્યોગની હિમાયત કરતા. સ્વદેશીની ભલામણ કરતા. ૧૯૧૭માં એ બંગાળ પ્રાંતિક પરિષદના પ્રમુખ થયા. ૧૯૨૦માં ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા. તેમાં છ માસની જેલ થઈ. અસહકારની લડત બંધ પડી. દેશમાં નિરાશા ફેલાઈ. નિરાશા દૂર કરવા તેમણે આગેવાની લીધી. મોતીલાલ નેહરુ અને વિઠ્ઠલભાઈ પટેલને સાથ દીધો. સ્વરાજ પક્ષની સ્થાપના કરી. ચૂંટણીઓમાં ઝંપલાવ્યું. બંગાળની ધારાસભામાં ચૂંટાયા. ધારાસભામાં ૪૦ સભ્યો સ્વરાજ પક્ષના. તેના તે નેતા થયા. ગવર્નરે સરકાર રચવા આમંત્રણ દીધું. છતાં સરકાર ન જ રચી.
કલકત્તા કૉર્પોરેશનની ચૂંટણી થઈ. સ્વરાજ પક્ષે ચૂંટણીમાં ઝંપલાવ્યું. પ્રચંડ બહુમતીથી વિજયી થયા. કલકત્તા કૉર્પોરેશનના મેયર થયા. કલકત્તાની રોનક બદલી. ઝડપી વહીવટ દીધો. રસ્તા અને ગટરો કીધી. જનકલ્યાણનાં કામો ઝડપી બનાવ્યાં. દીનદલિતોની સેવા કરી. કૉંગ્રેસની પ્રવૃત્તિઓને પ્રાણવાન બનાવી. ૧૯૨૫માં બેલગામમાં કૉંગ્રેસ અધિવેશન થયું તેમાં ઉત્સાહભેર ગયા. દેશનેતાઓ સાથે હળ્યા-મળ્યા. દેશહિતની ચર્ચા કરી. દેશના વિકાસનાં સપનાં સેવ્યાં.
ચિત્તરંજન દાસની દેશદાઝ. દેશ માટેની ધગશ. દેશ માટેનું ચિંતન. દેશની તુલનામાં બધું ગૌણ માનવાનું વલણ. આ બધાથી તે દેશબંધુ કહેવાયા.
રાતદિવસનો તેમનો પુરુષાર્થ. કાયાને સતત ઘસારો. આથી તબિયત લથડી.
બીમારી વધતી ચાલી. જીવનની આશા છોડી. તેમણે વસિયતનામું કર્યું. સમગ્ર મિલકતનું ટ્રસ્ટ બાવ્યું. મહિલાશિક્ષણ અને હૉસ્પિટલ માટે મિલકત અર્પણ કરી.
૧૯૨૫માં એમને ચિરવિદાય લીધી. પંચાવન વર્ષની નાની વયે ગયા. ગાંધીબાપુ તેમની સ્મશાનયાત્રામાં હાજર રહ્યા. ચિત્તરંજન દાસને અંજલિ આપતાં તેમણે કહ્યું : ‘‘મનુષ્યો વચ્ચેથી એક દેવ વિદાય થયો છે. આજે બંગાળની હાલત એક વિધવા જેવી છે.’’
દેશબંધુ દાસ આજે નથી. તેમના જેવા સર્વસ્વ ત્યાગીઓય નથી. તેમના જીવનમાંથી પ્રેરણા મળે, પ્રેરણાનું અનુકરણ થાય તો દેશબંધુઓની હારમાળા થાય. દેશબંધુનાં કાર્યોનું અનુકરણ. એ જ દેશસેવા.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular