રાઈટ ટુ રીકોલ

http://gujarat-help.blogspot.com/
રાઇટ ટુ રિજેક્ટ : મતપત્રકમાં જ ઉમેદવારોના નામની યાદી સાથે ‘આમાંથી કોઈ પસંદ નથી’ અથવા તો ‘આમાંથી કોઈ જ નહિ’ જેવો વિકલ્પ હોવો જોઈએ. આ બટન દબાવીને મતદાતા ઉમેદવારને નકારી શકે છે અને એક ચોક્કસ સંખ્યાથી વધુ મત રાઇટ ટુ રિજેક્ટને મળે તો ફરીથી ચૂંટણી કરવી પડે છે.
રાઇટ ટુ રિકોલ : મતદાતાઓને એ અધિકાર મળવો જોઈએ કે તે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયા બાદ યોગ્ય કામગીરી ન કરે તો તેમને પાછા બોલાવી શકે છે.
રાઈટ ટુ રીકોલ
ટીમ અણ્ણાનું બીજું તાર્કિક પગલું 'રાઈટ ટુ રીકોલ' (કામ ન કરતા લોકપ્રતિનિધિઓને પરત બોલાવવાની જોગવાઈ માટેનો કાયદો) હશે. આ કાયદા હેઠળ સાંસદોના ઘરની બહાર દેખાવો કરવાના બદલે (જેવું આ અઠવાડિયા દરમિયાન આપણે જોયું હતું. ) વિશ્વાસ ગુમાવતા લોકપ્રતિનિધિઓને પરત બોલાવવાની અને તેમને સસ્પેન્ડ કરવાનો વિકલ્પ જનતા પસંદ કરી શકે છે. દેશના કેટલાજ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયતમાં તે લાગૂ કરવામાં આવ્યો છે.
વિશ્વના અન્ય દેશોમાં 'રાઈટ ટુ રીકોલ'
છેલ્લા કેટલાક સમયથી ગ્રીકની લોકશાહીમાં લોકપ્રતિનિધિને પાછા બોલાવી શકાય છે. કેટલાક આધુનિક સંવિધાનોમાં પણ તે જોવા મળે છે. આ વિભાવનમા સ્વિત્ઝરલેન્ડમાં ઉદ્દભવી હતી. આમ છતાં, તે અમેરિકાના અનેક રાજ્યોમાં કાર્યરત છે. લોસ એન્જલ્સ, મિશિગન અને ઓરેગનમાં રાજ્યના અધિકારીઓને પાછા બોલાવી લેવાયા હતા. અલગ-અલગ સ્વરૂપે યુકે, કેનેડા, વેનેઝ્યુએલા અને યુગાન્ડામાં પણ 'રાઈટ ટુ રીકોલ' પ્રવર્તે છે.

ભારતની સ્થિતિ
ભારતમાં સૌપ્રથમ સ્વ. જયપ્રકાશ નારાયણે 'રાઈટ ટુ રીકોલ'નું આહ્વાન કર્યું હતું. વર્ષ 1974માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સામે 'સંપૂર્ણ ક્રાંતિ'ની ચળવળ ચલાવતી વેળાએ તેમણે આ વાત કરી હતી. ત્યારબાદ વર્ષ 1977માં જનતા પાર્ટીની સરકાર વખતે અને 1989માં નેશનલ ફ્રન્ટની સરકાર વખતે તેનું ફરી આહ્વાન થયું હતું.
જો કે, ભારતીય રાજકારણે 'રાઈટ ટુ રીકોલ' સંદર્ભે કોઈપણ કાયદો ઘડવાથી પરહેજ કરી છે. સ્વકેન્દ્રિત અને દિવસે-દિવસે પ્રદૂષિત થતા રાજકીય વાતાવરણમાં 'રાઈટ ટુ રીકોલ' જરૂરી બની ગયું છે. પ્રયોગાત્મ ધોરણે, કેટલાક રાજ્યોએ 'રાઈટ ટુ રીકોલ' આપવાનું નક્કી કર્યું છે.
બિહારમાં, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદારો જો તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામથી ખુશ ન હોય તો તેઓ તેમને પાછા બોલાવી શકે છે આ અધિકાર નીતિશ કુમાર દ્વારા અપાવવામાં આવ્યો છે.
નગર પરિષદ અને નગર પંચાયતના બે-તૃત્તિયાંશ મતદારોની સહીવાળી અરજી શહેરી વિકાસ મંત્રાલયને આપવાથી મતદારો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હટાવી શકે છે. વિભાગ દ્વારા ફરિયાદ પર ધ્યાન આપવામાં આવશે. તેની ખરાઈ કરવામાં આવશે અને કાઉન્સિલરને દૂર કરવા માટે પગલા લેવામાં આવશે. અગાઉ માત્ર થોડા કાઉન્સિલર જ ભ્રષ્ટ કાઉન્સિલરને દૂર કરી શકતા હતા.

વર્ષ 2007માં છત્તિસગઢમાં ફરિયાદ દાખલ થાયતેના છ મહિનામાં રાજપુર, ગુંદરઢેલી અને નવાગઢ નગરપાલિકાના અધ્યક્ષોને તેમના પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. કારણ કે, તેઓ સામાન્ય જનતાની અપેક્ષાને પૂરી કરતા ન હતા. 'ધ મધ્યપ્રદેશ પંચાયતી રાજ એક્ટ 1933'માં કામ નહી કરતા લોકપ્રતિનિધિઓને દૂર કરવાની જોગવાઈ ધરાવે છે. ચૂંટાયાના અઢી વર્ષ બાદતેમને દૂર કરી શકાય છે. સ્થાનિક કક્ષાની સ્વરાજ્ય સંસ્થાઓમાં મહારાષ્ટ્રમાં પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. આ રાજ્યોમાં લોકો દ્વારા અનેક વખત આ અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
'રાઈટ ટુ રીકોલ'ના તરફેણ અને વિરોધની દલીલો

તરફેણની દલીલો :
'રિકોલ'ના કારણે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતા અને મતદાતાઓ પ્રત્યે વધુ જવાબદાર બને છે.
સંબંધિત જાહેર હિતના મુદ્દાઓમાં સક્રિય રીતે રસ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના હિતનું કામ કરતા રહે તે માટે આ એક અસરકારક હથિયાર છે. નહીં કે એક વખત ચૂંટાઈ જાય અને આગામી ચૂંટણીઓ સુધી લોકોને ભૂલી જાય.

વિરોધની દલીલો :
સરકાર માટે એ અસંભવ જેવું કામ છે કે, 'રીકોલ પીટિશન'માં તકવામાં આવેલી સહીઓ પ્રમાણિક મતદાતાઓની છે અને તેમાં છેતરપિંડી કરવામાં નથી આવી.
ચૂંટાયેલા પદાધિકારીઓની સ્વતંત્રતા સામે 'રીકોલ' એ ખતરા સમાન છે. જેના કારણે, લોકશાહીનો અતિરેક થઈ શકે છે.
વિશેષ હિતો ધરાવતા પૂરતી નાણાંકીય તાકાત ધરાવનારાઓ તેનો દુરૂપયોગ કરી શકે છે. તેનાથી એક સારા ઉદ્દેશ્યવાળા હેતુમાં પણ અનેક અડચણો આવી શકે છે.

રાઈટ ટુ રીકોલ: જનલોકપાલ બીલ પછીનું બીજું પગલું ?
ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસિનતા તેમના સ્વમતાભિમાની વ્યક્તિત્વનો ટીમ અણ્ણાને અનુભવ થઈ ચૂક્યો છે. જમીનની વાસ્તવિકતાનો સંપર્ક ગુમાવી ચૂકેલા લોકપ્રતિનિધિ પોતાની જાતને માલિક સમજવા લાગે છે. અને ખામીઓ હોવા છતા, 'રાઈટ ટુ રીકોલ' એ ભ્રષ્ટાચારને નાબુદ કરવાની દિશામાં અને નેતાઓને જવાબદાર બનાવવાની દિશામાં એક પગલું હોય શકે છે. અણ્ણાની આગામી મોટી લડાઈ કદાચ આ અંગે જ હશે?
http://gujarat-help.blogspot.com/

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular